પારસી મરણ
કેકી જાલેજર ભરૂચા તે મરહુમો હીલ્લામાય તથા જાલેજર ભરૂચાના દીકરા. તે જહાંગીર જાલેજર ભરૂચા તથા સામ જાલેજર ભરૂચાના ભાઇ. (ઉં. વ. ૭૩) ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે. બાઇ મોતીબાઇ માણેકજી વાડયા, માલકમ બાગ અગિયારી જોગેશ્ર્વરીમાં થશેજી.
આલુ પેસી અર્યમ. તે મરહૂમ કમલના પત્ની. તે મરહૂમ રોડા અને મરહૂમ પેસીના પુત્રી. તે રૂપા અને રૂપેશના માતા. તે ફિરદોશ અને શિખાના સાસુ. તે વસિષ્ઠા, ડેની અને યશ આર્યનના ગ્રાન્ડમધર. તે પિલુ, મરહૂમ દારા અને હોશીના બહેન. તે મરહૂમ લીલા અને બનારસીવાલાના વહુ. (ઉં.વ.૭૭).
કેટી હોશન મહેતા તે મરહૂમ હોશનના પત્ની. તે મરહૂમ ગુલબાઇ અને મરહૂમ અનશોના પુત્રી. તે ઝરીન અને મરહુમ કૈહાનના માતા. તે લીલીનાં બહેન. તે અવાનબાનુના આન્ટી. તે મરહૂમ ગુલબાઇ અને મરહૂમ માણેકશોના વહુ. (ઉં. વ. ૮૨).
નરગીશ જમશેદ હોડીવાલા તે મરહૂમ જમશેદ સ. હોડીવાલાના વિધવા. તે નાઝનીન ર. સરકારી તથા બુરઝીન જ. હોડીવાલાના માતાજી. તે મરહૂમો કુવરબાઇ તથા હોરમસજી મોતીવાલાના દીકરી. તે રોહીન્ટન સરકારી તથા મીનુના સાસુજી. તે રૂઝબેહના બપઇજી. (ઉં. વ. ૯૨). ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૩-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, એમ. જે. વાડયા અગિયારી, લાલબાગમાં થશેજી.
આદીલ ડોસાભાઇ તોડીવાલા તે ગુલ આદીલ તોડીવાલાના ખાવીંદ તે તુશ્નમાઇતી જ. ઇરાની અને જીમીના બાવાજી. તે મરહૂમો બાનુ તથા ડોસાભાઇ તોડીવાલાના દીકરા. તે જીમી ઇરાનીના સસરાજી.તે રતુના ભાઇ. (ઉં. વ. ૭૪) ઉઠમણાંની ક્રિયા: તા.૧૪-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, બેનેટ-૬ બંગલી ડુંગરવાડીમાં થશેજી.