મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આ રાશિઓની કિસ્મત ચમકશે.
મેશ રાશિ : આજનો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થશે. તમે કાર્યક્ષેત્રે નાની-નાની ભૂલોને મોટપ બતાવી માફ કરશો અને નવા સંપર્કોને કારણે તમને લાભ થશે. તમને એક પછી એક સારા સમાચાર મળતા રહેશે જેને કારણે તમને કામ કરવાની પ્રેરણા મળશે અને તમે તમારી જવાબદારીઓ ખૂસ સારી રીતે નિભાવશો. જો તમે કોઇ કામને કારણે ચિંતામાં છો તો આજે એ કામ થઇ જશે. વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે.
વૃષભ રાશિ : ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થશે. નોકરીયાત વર્ગ પોતાના અનુભવનો સારો લાભ લઇ શકશે. આજે ધન સંબધી યોજનાઓમાં રોકાણ કરતા જરાક વિચારજો. આજે તમારા ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે અને અટકેલાં નાણા પાછા મળશે. મિત્રો સાથે તમે કોઇ મનોરંજનના કાર્યક્રમાં ભાગ લઇ શકશો. તમારા તમારા સગા-વ્હાલા સાથે સારા સંબધો કેળવાશે.
મિથનુ રાશી : આજે તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. જો તમને કોઇ સ્વાસ્થ્ય સંબધિત પ્રશ્નો અગાઉથી છે તો તેને નજરઅંદાજ ન કરતા. તમારે ગુપ્ત શત્રુથી સાવધાન રહેવાની જરુર છે. કાર્ય ક્ષેત્રે તમે તમારા કામોમાં ધિરજ રાખજો. જો તમે જલ્દી – જલ્દીમાં કોઇ કામ કરશો તો ભૂલ થવાની શક્યતા વધી જશે. તમારો કોઇ મિત્ર લાંબા સમય બાદ તમને મળશે. તમે આજે તમારી ભૂલેને કારણે ચિંતામાં રહેશો.
કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે કોઇ વિશેષ ઉપલબ્ધી લઇને આવશે. આજે ભાગીદારીમાં કામ કરવું યોગ્ય રહેશે. પણ તમારે જોખમી કામથી દૂર રહેવું પડશે અને આજે ખાવા-પીવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડશે. વધુ પડતા ખોરાકથી બચજો નહીં તો તમને પેટ સંબધિત સમસ્યા થઇ શકે છે. વિદ્રાથી અભ્યાસમાં પડતી મૂશ્કેલી અંગે તેમના ગુરુ સાથે વાત કરી શકી છે.
સિંહ રાશિ : આજનો દિવસ આપના માટે મહેનતવાળો રહેશે. તમે તમારી મહેનત અને લગનથી કામ કરી ઉપરી અધિકારીઓને હેરાનીમાં મૂકી દેશો. પણ કોઇની સાથે તર્ક – વિતર્ક અને વ્યર્થ ચર્ચાઓથી બચજો. તમારી કલા અને કૌશલ્યને કારણે તમે આજે એક ઉંચુ સ્થાન પ્રાપ્ત કરશો. તમારે વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. તમે કોઇ સારી વસ્તુની ખરીદી કરશો જે જોઇ તમનારા પરિવારના સદસ્યો જ હેરાન રહી જશે.
કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવશે. તમારે કેટલીક મહત્વની બાબતોમાં સાવધાન રહેવું પડશે. તમે આજે વરિષ્ઠોની સલાહ પર ચાલશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી તમે લોકોને વિચારતા કરી દેશો. તમે વિદેશી વસ્તુંઓની આયાત- નિકાસનો વ્યવસાયમાં હશો તો આજે તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે. આજે પરિવાર સાથે વાદ-વિવાદ ટાળજો અને રતનાત્મક કામોમાં દિવસ પસરા કરજો.
તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેશે. તમારામાં એનર્જી હોવાને કારણે તમે કાર્યોને સફળતા પૂર્વક પૂર્ણ કરશો. પણ પહેલા તમારે તમારા રોકાયેલા કોમમાં ધ્યાન આપવું પડશે. પરિવારના કોઇ પણ સભ્ય સાથે જીદમાં ન ઉતરતા. આજે જમીન-મકાન, વાહન વગેરે ખરીદવાની ઇચ્છા પૂર્ણ થતી દેખાય છે. તમે આજે તમારા પરિવારજનો સાથે સમય વિતાવી શકશો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને સજાગ રહેજો જો તેમને કોઇ તકલીફ હોય તો નજરઅંદાજ ન કરતા.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ લઇને આવ્યો છે. તમને તમારા પરિવારજનોનો ઉત્તમ સહકાર મળી રહેશે. જો તમે કોઇની મદદ માટે આગળ આવશો તો લોકો તેને તમારો સ્વાર્થ સમઝી શકે છે. વ્યાપારી વર્ગે કોઇ મોટા લાભ માટે નાના લાભને જતુ ન કરવું એનાથી તમને નુકસાન થઇ શકે છે. તમારા મનની ઇચ્છા પૂર્ણ થતાં આજે તમે કોઇ ધાર્મિક યાત્રા કરી શકો છો. તમને એક પછી એક સારા સમાચાર મળી શકશે.
ધનુ રાશિ : આજનો દિવસ તમારા માન-સન્માનમાં વૃદ્ધિ લઇને આવશે. તમે વાણી અને વ્યવહારમાં મધુરતા જાળવી રાખજો. જેનાથી તમે લોકોને તમારા તરફ આકર્ષિત કરી શકશો. આજે ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાથી તમે લોકોને આપેલા વાયદા પૂરા કરી શકશો. તમને પરિવારના કોઇ સદસ્ય પાસેથી સારા સમાચાર મળી શકશે. તમારી પ્રતિભા ચારે બાજુ ફેલાશે અને આજે તમને કોઇ સામાજીક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પણ મળશે.
મકર રાશિ : આજનો દિવસ તમારા વૈવાહિક જીવનમાં ખૂશી લઇને આવશે. તમે તમારા લક્ષને લઇને ઢીલાશ ના રાખશો નહીં તો તે પૂર્ણ થવામાં વાર લાગશે. જો તમે સટ્ટામાં કે શેર માર્કેટમાં રોકાણ કર્યુ હશે તો તમને ભવિષ્યમાં તેનો સારો લાભ મળશે. તમે કોઇ પણ કામ જવાબદારીથી પૂર્ણ કરશો તો ઉત્તમ રહેશે. સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા, નહીં તો એ કોઇ મોટી બિમારી બની શકે છે.
કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળવાને કારણે તમારું મન આજે પ્રસન્ન રહેશે. તમે તામારા આહારમાં બદલાવ લાવજો નહીં તો તમને કોઇ શારિરિક તકલીફ થવાની શક્યતાઓ છે. જો તમે ઉતાવળમાં કોઇ નિર્ણય લેશો તો એ તમારા માટે આફત લઇને આવશે. વિદ્યાર્થી પોતાના અભ્યાસને લઇને સાથી મિત્રો સાથે વાત કરી શકે છે. જે લોકો વિદેશી આયાત-નિકાસના વ્યવસાયમાં છે તેમને આજે સારો નફો થઇ શકશે.
મીન રાશિ : આજનો દિવસ વ્યાપારી વર્ગ માટે અન્ય દિવસો કરતાં ઉત્તમ રહેશે. કોઇ રોકાઇલી ડીલ આજે ફાઇનલ થતાં તમને નફો થઇ શકે છે. સંતાનની કારકીર્દીને લઇને આજે થોડી ચિંતા રહેશે. આજે કાર્યક્ષેત્રમાં લોકોનો સારો સહકાર મળશે. જેને કારણે તમે કોઇ પણ કામને સમય રહેતા જ પૂરું કરી શકશો. રુપિયાની બાબતમાં કોઇના પર વિશ્વાસ ન રાખતા નહીં તો તમારો ભરોસો તૂટશે.