રાશિ

ઉત્સવ

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સપ્તાહના આરંભે મેષ રાશિમાં રહી તા. ૨૭મીએ વૃષભ રાશિમાં પ્રવેશે છે. બુધ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે વૃષભ રાશિમાં રહે છે. તા. ૨૮મીએ મિથુન રાશિમાં, તા. ૩૦મીએ કર્ક આવી અહીં સપ્તાહના અંત સુધી કર્ક રાશિમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના તેજીના વેપાર માટે ગોચરફળ શુભ છે. નોકરીમાં તા. ૨૭, ૧લી, ૨જી શ્રેષ્ઠત્તમ જણાય છે. તા. ૨૬, ૨૭, ૧લી, ૨જીના કામકાજ કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મિલકતના નિર્ણયો સરળતાથી લેશો. મહિલાઓને તા. ૨૮, ૧, ૨ના કામકાજમાં યશ પ્રાપ્ત થાય. નોકરીમાં અધિકારીની મદદ મેળવશો. વિદ્યાર્થીઓને તા. ૨૬, ૨૭, ૧લી, ૨જી અનુકૂળ જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સમગ્ર સપ્તાહમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી થશે. નોકરીમાં સ્થળની બદલી શક્ય છે. તા. ૨૭, ૨૯, ૨જી અનુકૂળ જણાય છે. તા. ૨૬, ૨૮, ૧લીના નિર્ણયો કાર્યક્ષેત્રે પ્રતિષ્ઠા અપાવશે. જૂના ઉઘરાણીના નાણાંની વસૂલી થઈ શકશે. મિત્રોમાં મહિલાઓનું માનપાન વધે. પ્રવાસથી વિદ્યાર્થીઓના અધ્યયનના કામકાજ સંપન્ન થતાં જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણની તક મેળવશો. નોકરીમાં સ્થળમાં બદલી શક્ય છે. ઉચ્ચ અધિકારીઓ સાથેની મુલાકાત સફળ રહેશે. તા. ૨૬, ૨૭, ૨૮, ૧લી કાર્યક્ષેત્રે પ્રવૃત્તિસભર અને સફળ બની રહેશે. મહિલાઓને પતિનો સહયોગ સમય અનુસાર પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના દૈનિક વાંચનના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નાણાંરોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના નિર્ણયો માટે ગોચરફળ શુભ જણાતું નથી. નોકરી અર્થે મુસાફરી સ્થળાંતર શક્ય છે. તા. ૩૦ અને ૨જીએ કાર્યક્ષેત્રે સ્વસ્થતા અને એકાગ્રતા જાળવવાથી કઠીન જવાબદારીમાં સફળતા અનુભવશો. મિલકતના નિર્ણયો લઈ શકશો. તા. ૨૭, ૨૮, ૧લીએ મહિલાઓના પરિવાર અને કારોબારના જવાબદારીના કામકાજ સરળતાથી સંપન્ન થશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નાણાંરોકાણ અને દૈનિક વેપારના કામકાજ માટે ગોચરફળ શુભ છે. નોકરીની પ્રવૃત્તિઓ ધાર્યા મુજબની અનુકૂળ બની રહેશે. તા. ૨૭, ૨૯, ૩૦ના કામકાજમાં સિંહ રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે. આ સપ્તાહમાં જૂની ઉઘરાણીની વસૂલી શક્ય જણાય છે. તા. ૨૬, ૨૭, ૨૮ મહિલાઓને પતિના કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના નિર્ણયો સફળતાથી સંપન્ન થતા જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણ માટેની તક સ્પષ્ટ જણાતી નથી. નોકરીના હસ્તગત કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ છતાંય સ્વપ્રયત્ને સંપન્ન થઈ શકશે. તા. ૨૬, ૨૭, ૧લીના આર્થિક વ્યવહારો સરળતાથી પૂર્ણ થતાં જણાશે. સપ્તાહમાં મદદનીશ મેળવશો. મહિલાઓના કારોબારના નિર્ણયો સ્વપ્રયત્ને સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અપેક્ષા મુજબ અભ્યાસમાં અનુકૂળતાઓ નિર્માણ થતી જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક રોકાણ અનુકૂળ બની રહેશે. નોકરીના અધિકારી, સહકાર્યકરો ઉપયોગી થશે. તા. ૨૬, ૨૮, ૧ના રોજ મિલકત કાર્યક્ષેત્રે જરૂરી સાધનો ઈત્યાદિ મેળવી શકશો. તા. ૧લી, ૨જીએ નવા કામકાજનો પ્રારંભ થાય. મહિલાઓના આ સપ્તાહના નોકરીના કામકાજ સરળતાથી સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં અપેક્ષિત માર્ગદર્શન પ્રાપ્ત થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાંરોકાણ શક્ય છે. નોકરીની જવાબદારીમાં સાવધાની દાખવવી જરૂરી છે. સંતાન આ સપ્તાહમાં કારોબારમાં સામેલ થાય તેમ છે. નાણાંની આવકની વૃદ્ધિ થશે. તા. ૨૭, ૧લી, ૨જીના કામકાજ એકંદરે અનુકૂળ પુરવાર થશે. મહિલાઓના આ સપ્તાહના હુન્નરલક્ષી સ્વતંત્ર કારોબાર તથા નોકરીના કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય. તા. ૨૮, ૧, ૨, વિદ્યાર્થીઓને અધ્યયન માટે સફળ જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ માટે ગોચરફળ શુભ નથી. નોકરીમાં અધિકારીના સહયોગ દ્વારા કઠીન નિર્ણયો સાકાર થતા જણાશે. તા. ૨૬, ૨૭, ૨૮ નવા કામકાજનો પ્રારંભ દર્શાવે છે. નાણાં આવકની વૃદ્ધિ થાય. મહિલાઓને આ સપ્તાહમાં કિંમતી રાચરચીલું સગવડતાનાં સાધનો ઈત્યાદિ પ્રાપ્ત કરવા માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસના કામકાજ એકંદરે સંપન્ન થતાં જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તકને અનુસરી શકશો. નોકરીમાં યશ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિની અનુભૂતિ થાય. તા. ૨૬મીએ ભાગીદારીના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. તા. ૨૭મીએ મદદનીશ મેળવશો. તા. ૨૮મીએ નબળા સ્વાસ્થ્યમાં રાહત જણાશે. તા. ૧લીએ, ૨જીએ મહિલાઓ રચનાત્મક પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન પ્રાપ્ત કરશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના કામકાજ સરળતાથી સંપન્ન થતાં જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ, સાપ્તાહિક રોકાણ શુભ ફળદાયી જણાશે. નોકરીના મિત્રોમાં યશસ્વીપણું અનુભવશો. સપ્તાહમાં તા. ૨૭, ૨૮, ૧લીએ નાણાંવ્યવસ્થા માટે સફળતા મેળવશો. મિત્રોમાં યશ મેળવશો. અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. આવકની વૃદ્ધિ થાય. ગૃહિણીઓને તા. ૨૭, ૨૮, ૧ના રોજ પરિવારના પ્રસંગો સંપન્ન કરવા માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસના નિર્ણયો લેવા માટે વડીલનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના કામકાજમાં લાભ જણાશે. નોકરી વિશેના પરિવર્તનશીલ નિર્ણયો લઈ શકશો. ભાગીદાર સાથેના મૂંઝવતા પ્રશ્ર્નમાં અનુકૂળતા જણાશે. નાણાંઆવકની વૃદ્ધિ થાય. જૂનાં ઉઘરાણીના નાણાં મેળવશો. કારોબાર માટે જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત કરશો. ગૃહિણીઓના સંતાનના જવાબદારીના કામકાજ એકંદરે પૂર્ણ થતાં જણાશે. અનારોગ્યમાં ઝડપી સુધારો થાય. મિત્રતાનો વિદ્યાર્થીઓને સુખદ અનુભવ થાય. પ્રવાસ દ્વારા શૈક્ષણિક કામકાજ સંપન્ન થતાં જણાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.