Homeઉત્સવઝિંદગી એક સફર હૈ સુહાના...

ઝિંદગી એક સફર હૈ સુહાના…

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

હમણાં એક દિવસ પહેલા ગુજરાતથી મહારાષ્ટ્ર આવવાનું થયું. મારી સાથે એક વડીલને મોકલવામાં આવ્યા હતા. તેમને વડોદરા મુકતા જજો. મેં કહ્યું, સારું. એમને લેવા જવાથી માંડીને, ઘર સરખું રીતે કેવી રીતે વાસવું. લાઇટનો મેઇન પોઇન્ટ બંધ કરવાથી લઇને બારીબારણાંને ચેક કરી. એમના બધા કામો, એમના કહેવા મુજબ પતાવીને, નીકળીને વડોદરા પહોંચવામાં સાંજ થઈ ગઇ અને મુંબઈ માટે નીકળાયું નહીં. પહેલા તો મને લાગ્યું કે હું ક્યાં અચાનક આંટીને ત્યાં આવી ગઈ. પણ.. એ ક્ષણ પસાર થયા પછી જે આનંદનો રસથાળ મારી સામે પીરસાયો તેની આ વાત છે.
મૂળ એ લોકો મારા મમ્મી સાઈડના સગા એટલે કાઠીયાવાડી, સૌરાષ્ટ્રીયન. બોલવાની લઢણ એટલે જાણે બે મિનિટ મને મારી મમ્મીની યાદ આવી ગઈ. આંટીને મૂક્યા એટલે હું બોલી કુંજબાળા માસી, હું નીકળું?
ત્યારે તેમના જે મિત્ર હતા વિષ્ણુ માસા એમણે ગીત ગાયું.
અભી અભી તો આઈ હો.
બહાર બન કે છાઈ હો.
ફિઝા ઝરા મેહેકને દે.
યે દિલ જરા ધડકને દો.
યે શ્યામ ઢલ ભી લે જરા.
યે દિલ સમજ ભી લે જરા.
મે થોડી દેર જી તો લું,
નશેકે ઘૂંટ પી તો લું…
એટલે હું તો જે આશ્ર્ચર્યમાં પડી ગઈ. મેં કીધું આ માસાને શું થયું. પણ પછી એની બાજુમાં એમના પત્ની બેઠા હતા. એમણે કહ્યું કે તમારા બહુ મોટા ફ્રેન છે. તમારા માસા. ફેન છે તમારા… (પતિને ઓછુ સંભળાવાના કારણે પત્નીને જોરથી રીપીટ કરીને બોલવાની ટેવ પડી ગઇ છે.) અને તમે હવે અહીંયા જ રોકાઈ જાવ રાત. આજે તો જલસો જામશે. મહેફિલ જામશે અને મજા આવી જશે. મેં કહ્યું એની કરતા હું એકાદી હૉટલમાં જઈ શાંતિથી રહું. પણ એ લોકોનું આતિથ્ય… કાંઈ ઘટે નહીં.
પહેલા તો જે મસ્ત મજાનો ચા પીવડાવ્યો. (હા એ લોકો ચા પીધો?
ચા ભાવ્યો એમ બોલે છે.) અને મારી બહેન દોઢી થઈ એણે કહ્યું કે, હા હા માસી.. તમારી બધાની સાથે બહુ મજા આવશે. એટલે આપણે પતી ગયું. મારી હાઈ કોર્ટ છે મારી નાની બહેન અને સુપ્રીમ કોર્ટ મોટાભાઇ. હાહાહા. એ ઓર્ડર કરે એટલે મારે પછી કરવું જ પડતું હોય છે. (વચલુ બાળક હોવાના ગેરફાયદા. એક કહે અમે મોટા, એક કહે હું નાનું. બધાની વાત માનવી પડે. હું એવું વિચારતી હતી)
ત્યાં તો ગરમ ગરમ સમોસા આવ્યા. બીજા એક આંટી અંકલ હતા. એમ ૪ – ૫ કપલ ફ્રેન્ડઝ આજે મેળાવડો કરવા ભેગા થયા. એ સમોસા લઈ આવ્યા. એમણે શરૂઆત કરીકે આજ કી (શામે) સામે મહેફિલ કી શરૂઆત, ગરમ ગરમ ચા ઓર સમોસાકે સાથ, વાહ વાહ ક્યા બાત. વાહ વાહ ક્યા બાત.
પછી મને કહે નેહાગૌરી.. હવે તમે મંચ સંભાળો. વાહ વાહ ક્યા બાત હૈના
થોડા શૈલેષ લોધાજીના શેર ફટકારો એટલે મહેફિલની (શમા) સમા રોશન થાય. હાહાહા અને આજની શામ આપકે નામ કરાય. અમે બધા એમના બહુ ફેન છીએ. મને એમ કે આ લોકો આવી રીતે મને ખુશ કરવા માટેનો પ્રયત્ન કરતા હશે. પણ મિત્રો અહીંયા આપણે થાપ ખાઈએ છીએ. આપણે આપણીજ જાતને બહુ કંઇક સમજીએ છીએ. હાહાહા.
એ લોકોનું ગ્રૂપ છે. અને એમાંથી એક મારા બહુ મોટા ફેન છે જે મારું કોઈ પણ કામ જોવાનું છોડતાં નથી. તેઓ અમેરિકાથી આવ્યા હતા. ખાસ આણંદથી વડોદરા મારી સાથે ટાઇમ સ્પેન્ડ કરવા આવ્યા હતા. એમણે કહ્યું કે મેં તમારી હલકી ફુલકી જોઈ છે. (મારી ગુજરાતી પિક્ચર મિત્રો) અને તમારી જેમ હું મારા હલકા ફુલકા ગ્રૂપની ચીફ છું.
મિત્રો! મને જે આનંદ થયો હૃદયમાં કે ના પૂછો ને વાત. કોઇ આપણાં કામના કે મહેનતના ઓવારણાં લે, બલાઓ ઉતારે, એ તો આપણને ગમે જ ને.
આપણે જ્યારે થોડા અસમંજસમાં હોઈએ અને પછી થોડા કમ્ફર્ટેબલ થઈ જઈએ તો આપણા આખા વર્તનમાં અને આપણા આનંદમાં ફરક આવી જતો હોય છે. મારી બહેન મારું મોઢું જોઈને મને કહે, મેં કીધું હતું ને ગમશે તને! મજા આવશે! મે કહ્યું સારું માફ કર. ચલ રહીએ છીએ. ને મજા કરીએ છીએ (આ બધી વાતો અમારી ઇશારામાં ચાલી રહી હતી. કારણ અમદાવાદમાં આજ વાત પર તવો ગરમ થયો હતો. વિવાદ થયો હતો. એ લોકોએ કહ્યું હતું કે રોકાઇશું અને મે ના પાડી હતી.) હાહાહા. માટે હરીવંશરાય બચ્ચનને યાદ કરાયા અને મેં મારી જાતને કહ્યું.
મન કા હો તો અચ્છા.
ના હો તો ઔર ભી અચ્છા.
ક્યોકી ઉપરવાલેને આપકે લીએ આપસેભી અચ્છા સોચા હૈ.
(બરાબરને મિત્રો).
પછી તો એક એક વસ્તુ જે આવતી જાય. એની સાથે જે શાયરાના અંદાજોથી કાઠીયાવાડી ભાષામાં મારા મમ્મીના મિત્ર વર્તુળે જે અલગ વિશ્ર્વની સેર કરાવી છે. માં શું કરતા હતા. એ જુના સંભારણાઓ. માં કેવા હતા. અમને લોકોને કેવી રીતે ઉછેર્યા. કેટલા ૨૦, ૧૦૦ કર્યા ત્યારે આજે અમે આટલા પ્રખ્યાત અભિનેત્રી છીએ. અને એક વસ્તુ એ લોકોએ એ સમજાવી મિત્રો? જે મારે તમને બધાને કહેવી છે કે આપણી સફળતામાં મોટાભાગનો શ્રેય.
કે મોટાભાગનો આધાર આપણા આજુબાજુના વર્તુળ. આપણા વાતાવરણ અને આપણા પરિવારના કારણે હોય છે. એ લોકોના સમજાવ્યા મુજબ મારું દરેકે દરેક પ્રગતિનું જે બિરદાવા લાયક સ્થાન છે. એ માત્રને માત્ર મારા પરિવારની કુરબાનીના કારણે મને મળ્યું છે.
અને એ વાત તો સો ટકા સાચી. દરેકે દરેક પ્રોફેશનલ વ્યક્તિ જે સફળ થાય છે. એમાં ઘણું બધું યોગદાન અને સાથ એમના વાતાવરણ, એમના પરિવાર એમના સખી સંગી ભાઇ ભાંડુ, માતા-પિતાનો હોય છે.
પછી વાત શરૂ થઈ શિયાળો આવ્યો છે. તો કચરિયું ખાવાની. એટલે મેં કીધું ચા પછી હવે કચરિયું? તો કે કાલ સવારે તમે જતા રહેશો. ત્યારે હું નહીં હોવ. એટલે અત્યારે મારું કચરિયું તમે ચાખી લ્યો. એટલે એક પછી એક એક પછી એક જાણે હું કોઈ માસ્ટર ક્લાસની જજ હોવ. એ રીતે બધી વસ્તુઓ ચાખી જ રહી હતી. લગભગ રાતના સાડા આઠ સુધી અમે ચા પાણી ને નાસ્તા ચાખવાના સેશન કર્યા. પછી મને કીધું જાવ તમે થોડી ફ્રેશ થઈ જાવ. એટલે આપણે (શમા) સમા રોશન કરીએ. આપણે બેઠક કરવાની. મેં કીધું વડીલ મારે સવારે અરલી મોર્નિંગ નીકળવાનું. ડ્રાઇવરને આરામ આપવાનો અને એમાં બેઠક અત્યારે કરી જ ને આપણે? તો કહે આતો શરૂઆત હતી. આ તો સ્ટાર્ટર હતું. હવે હમણાં મસ્ત મજાની બેઠક થશે. (શામે) સામે મહેફિલ જામશે.
મારા સસ્પેન્સના પાર ન રહ્યા. બીજા ત્રણ ચાર વડીલ મિત્રો આવ્યા. વયમાં વૃદ્ધ હતા પણ જે સુંદર કડક મજાની કાંજી કરેલી સાડી પહેરીને આવ્યા હતા. નાનકડું માળા ફેરવવાનું પોટકુ સાથે હતું. એટલી બધી જાણે મને મારી મમ્મીની ફીલ આવી ગઈ.
કે ઓહોહો ને વાત. એટલે મેં કહ્યું
કે મારી મમ્મી વિશે કાંઇ કહોને. તો
તેઓ કહે તારા માની તો ક્યાં વાત જ કરીએ. દેવી છે. પ્રૃથ્વી પર વિહરવા આવી હતી. દયા કરી બધા ઉપર અને મૌન થઈને ગઇ. એને એટલા વર્ષોથી જોઈ નથી શક્યા માટે જ તો તને અહીંયા બેસાડી રાખી છે. કે તને જોઈ લઈએ, અમારી યાદ તાજી કરી લઈએ. ત્યારે એટલું બધું મારા હૃદયમાં ઝટકો વાગ્યો. મારો લોસ. મારું નુકસાન કે મારે પૃથ્વી પર જે બહુ મોટો ખાડો પડી ગયો હોય.
એવું મારું હૃદય સાવ શાંત થઈ ગયું.
પછી શું થયું?
ફરી મળીએ ને શું થયું જાણીએ.
આગળ સફર માણીએ આવતા અઠવાડિયે.
ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular