રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નાના પુત્રી મુરલીબેન મેઘાણીનું નિધન

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સહુથી નાના પુત્રી અને જાણીતા કથ્થક નૃત્યાંગના, ગાયિકા મુરલીબેન મેઘાણીનું 78 વર્ષની ઉંમરે 23 ઓગસ્ટ 2022ના રોજ વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. 1944માં જન્મેલા, અપરણિત મુરલીબેનને પોતાના ભાવનગર સ્થિત નિવાસસ્થાને ઊંઘમાં હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. મુરલીબેન મેઘાણીના  નિધનથી કલાજગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલાં ગત  તા.3 ના રોજ મુરલીબેન મેઘાણીના ભાઈ અને ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનું ૯૯ વર્ષની વયે નિધન થયું હતું. આમ મેઘાણી પરિવાર માં થોડા દિવસમાં ભાઈ બહેનનું નિધન થયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.