શત્રુઘ્ન સિંહાને મળી ગયો જમાઈ! લેડીકવ સોનાક્ષી સિહા પહેલા આ બે એક્ટ્રેસને કરી ચૂક્યો ડેટ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એક્ટર ઝહીર ઈકબાલ સાથેના સંબંધો ઓફિશિયલી સ્વીકારી લીધા છે. જોકે, બંનેમાંથી કોઈએ હજુ સુધી પોતાના પ્રેમસંબંધો વિશે વાત કરી નથી. બીજી જૂનના રોજ સોનાક્ષીનો બર્થડે હતો અને છઠ્ઠી જૂનના રોજ ઝહીરે સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કરીને આઈ લવ યુ લખ્યું હતું અને સોનાક્ષીએ પણ કમેન્ટમાં તેને લવ યુ કહ્યું હતું.
મૂળ મુંબઈના રહેવાસી ઝહીર ઈકબાલનો જન્મ 10મી ડિસેમ્બર 1988માં થયો હતો. તેના પિતાની જ્વેલર્સની દુકાન છે. તેના પિતા સલમાન ખાનના મિત્ર છે. સલમાને ઝહીરને લગ્ન સમારોહમાં પફોર્મ કરતાં જોયો હતો તે સમયે એક્ટરે ઝહીરને બોલીવૂડમાં લોન્ચ કરવાનું નક્કી કરી લીધું હતું.
ઝહીરે 2014માં સોહેલ સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 2019માં સલમાન ખાને ફિલ્મ ‘નોટબુક’થી ઝહીરને લૉન્ચ કર્યો છે. આ ફિલ્મ હોલિવૂડની ‘ટીચર્સ ડાયરી’માંથી પ્રેરિત હતી. 15 કરોડમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
સોનાક્ષી પહેલાં ઝહીરનું નામ 2014માં આવેલી ફિલ્મ ‘લેકર હમ દીવાના દિલ’ની એક્ટ્રેસ દીક્ષા સેઠ સાથે જોડાયું હતું. જોકે દીક્ષા કે ઝહીરે પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. દીક્ષા બાદ ઝહીરનું નામ સના સઈદ સાથે પણ ચર્ચાયું હતું. સોનાક્ષી તથા ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાને કરાવી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. સોનાક્ષી-ઝહીર ડિરેક્ટર સતરામ રમાણીની ફિલ્મ ‘ડબલ XL’માં હુમા કુરૈશી સાથે જોવા મળશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.