મિત્રતા રાખવી તો નવડા જેવી!

ઉત્સવ

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી
ગુરુવારથી સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર વર્ષનો નવમો મહિનો છે. દશાંશ પદ્ધતિમાં ૯ એક અંકની સર્વોચ્ચ સંખ્યા છે. ૯ પછી આવતી દરેક શક્ય સંખ્યા શૂન્યથી નવ સુધીના અંકના મિલાપથી થાય છે. જીવનમાં પણ ૯નો આંક વિશેષ સ્થાન ધરાવે છે. સામાન્યપણે મનુષ્ય જીવ સગર્ભા સ્ત્રીની કૂખેથી ૯ મહિના પછી અવતરે છે. અંક ગણિતમાં નવનો જે મહિમા છે  ૨ = ૧૮ થાય અને ૧૮ના બે અંક ૧ + ૮નો સરવાળો ૯ થાય. ૯  ૩ = ૨૭ અને ૨ + ૭ પણ ૯ અને ૯  ૪ = ૩૬ અને ૩ + ૬ = ૯. આમાં જોવાની વાત એ છે કે ગુણાકાર અને સરવાળામાં નવનો અંક જળવાઈ રહ્યો છે. એ ફરી નથી જતો. એ જ રીતે સજ્જન મિત્રો સારી – નરસી પરિસ્થિતિમાં ફરી નથી જતા. એટલે આ કહેવત પડી છે. પ્લુટો ગ્રહ નથી એ નક્કી થયું એ પહેલા સૂર્યમાળામાં ગ્રહ પણ નવ જ હતા.
વિરાટ અને વામન એ બે માત્ર વિરોધાભાસી શબ્દો નથી, એક પરિસ્થિતિ પણ છે. એવું કહેવાય છે કે જતે દહાડે વામનોનું રાજ્ય આવશે, મતલબ કે હીન કક્ષાના લોકોની બોલબાલા હશે. આ વાત નવના અંક સાથે ભાષામાં સરસ રીતે વણાઈ ગઈ છે. આ પરિસ્થિતિ દર્શાવતી કહેવત છે કે નવ કુળ નાગનો વિચ્છેદ થયા પછી અળસિયાનું રાજ થયું. અહીં નાગ અને અળસિયું વિરાટ અને વામનના પ્રતીક તરીકે છે. મહારથીના હાથમાંથી સત્તા ગયા પછી મગતરાનું ચલણ વધ્યું, એના દિવસો આવ્યા એ એનો ભાવાર્થ છે. મૌન માણસનું ઉત્તમ લક્ષણ છે એ દર્શાવતી જાણીતી કહેવત છે ન બોલ્યામાં નવ ગુણ. કોઈ બાબતે હારી – થાકી એ વ્યક્તિ કે બાબત સાથે ફરી પનારો ન પાડવો હોય એ માટે નવ ગજના નમસ્કાર એમ કહેવાય છે. કોઈ વ્યક્તિને વિચાર કર્યા વિના બેફામ બોલવાની આદત હોય એ માટે નવ ગજની જીભ એવો પ્રયોગ કરવામાં આવે છે. નવનું સાડા તેર વેતરવું એટલે આડું અવળું કરવું, ઊંધું કરી બગાડી નાખવું અને વધારે આપી છેતરાઈ જવું એવો પણ અર્થ થાય છે. સાહિત્યમાં નવ રસ છે. કાવ્યશાસ્ત્રમાં વર્ણવેલા નવ રસ આ પ્રમાણે છે: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. નવદુર્ગાનું મહત્ત્વ અજાણ્યું નથી. નવરાત્રિમાં નવ દિવસ સુધી દુર્ગા દેવીનાં નવ સ્વરૂપની ક્રમવાર પૂજા થાય છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એ દુર્ગા દેવીનાં નવ સ્વરૂપ મનાય છે.
English-Vinglish- Nine in idioms
ગશક્ષય શક્ષ શમશજ્ઞળત
September is the ninth month of the year and we will see the presence of NINE in idioms. સપ્ટેમ્બર વર્ષનો નવમો મહિનો છે અને આજે આપણે કહેવતો અને રૂઢિપ્રયોગમાં નવ કેવી રીતે વણાઈ ગયો છે એ જાણીએ – સમજીએ. જીવનની ફિલસૂફી સમજાવતી કહેવત છે Genius is One Percent Inspiration, Ninety Nine Percent Perspiration. વીજળીના બલ્બના શોધક થોમસ એડિસનના નામ સાથે આ કહેવત જોડાયેલી છે. સર્જનાત્મક સફળતામાં ૯૯ ટકા આકરી મહેનત અને એ ટકા સર્જનાત્મક વિચારધારાનું યોગદાન હોય છે એ આ કહેવતનો ભાવાર્થ છે. ટૂંકમાં કહીએ તો સખત શ્રમનો કોઈ વિકલ્પ નથી. બલ્બના સંશોધન દરમિયાન એડિસનના અનેક પ્રયોગ – પ્રયાસ નિષ્ફળ નીવડ્યા પછી તેમને સફળતા મળી હોવાથી આ કહેવત પડી હશે. આ કહેવત એડિસનને કારણે લોકપ્રિય બની એ ખરું, પણ સંશોધનમાં સખ્ત પરિશ્રમનું મહત્ત્વ અગાઉ પણ હતું. બીજી એક મજેદાર કહેવત છે My Very Educated Mother Just Served Us Nine Pumpkins.આ પ્રકાર અંગ્રેજીમાં નિમોનિક તરીકે ઓળખાય છે જેને ગુજરાતીમાં સ્મૃતિ સહાયક કહી શકાય. ટૂંકમાં કોઈ અઘરી – મુશ્કેલ વાત સ્મરણમાં રહી જાય એ માટેનો ઉપાય. સૂર્યમાળાના નવ ગ્રહના નામ તેની હાજરી અનુસાર યાદ રહે એ માટે આ વાક્ય બન્યું છે. My Very Educated Mother Just Served Us Nine Pumpkins વાક્યનો શબ્દાર્થ થાય મારી ખૂબ ભણેલી માએ અમને નવ કોળા આપ્યા. જોકે આ કહેવતના પ્રત્યેક શબ્દનો પહેલો અક્ષર સૂર્યમાળાના ગ્રહના અંગ્રેજી નામનો પહેલો અક્ષર છે. My – Mercury, Very – Venus, Educated – Earth, Mother – Mars, Just – Jupiter, Served and Pumpkins – Pluto. કેવો મજેદાર નુસખો છે ને. ગ્રહના નામ અને એનો ક્રમ પણ યાદ રહી જાય. અલબત્ત આ કહેવત વર્ષો પહેલાં બની છે. પ્લુટો ગ્રહ નથી એવી જાહેરાત ૨૦૦૬માં થઈ હતી.
બહુ જ જાણીતો રૂઢિપ્રયોગ છે A Stitch In Time Saves Nine. સમયસર નિર્ણય લેવાથી સમસ્યા ટળી જાય એ એનો ભાવાર્થ છે. સરખી તૈયારી સમસ્યાને આવતી રોકે છે એવો અર્થ પણ કરાય છે. ટૂંકમાં સમયનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે. Nine Times Out Of Ten એટલે મોટેભાગે My Father arrives on time Nine Times Out Of Ten અને આનંદ થવો, રાજીના રેડ થઈ જવું. After getting a promotion she was on cloud nine.
म्हणी मध्ये नऊ
म्हणींना स्वतःचा डौल असतो, त्यांच्या वापराने भाषेला टवटवीतपणा येतो. કહેવતને પોતાની શાન – શોભા હોય છે અને એના વપરાશથી ભાષા તેજસ્વી બને છે. કહેવતમાં વપરાયેલા બોલી ભાષાના શબ્દો બેઢંગ લાગી શકે છે, પણ એનો અર્થ બોધ આપનારો હોય છે. અહીં આપેલા नाकी नऊ येणे ઉદાહરણના આસ્વાદ પછી એ વાત તમને સમજાઈ જશે. શબ્દકોશમાં આ વાકય પ્રકારનો અર્થ ખૂબ જ થાકી જવું, અત્યંત મુશ્કેલી પડવી, અતિશય કંટાળો આવવો જેવા અર્થ આપ્યા છે. આ ઉપરાંત મૃત્યુ સમીપે હોવું તેમ જ નવ ઈન્દ્રિયની શક્તિ નાકમાં આવવી એવા અર્થ પણ આપવામાં આવ્યા છે. पैसे उसने घेताना मजा येतेः परतफेड करताना मात्र नाकी नउ येतात. પૈસા ઉછીના લેવામાં મજા પડે, પણ દેવું ચૂકવતા નાકે દમ આવી જાય. મતલબ કે બહુ મુશ્કેલી પડે. ‘मराठी भाषेचे संप्रदाय व म्हणी’ નામના પુસ્તકમાં કહેવતના નવને માનવ શરીરના નવ દ્વાર – બે આંખ, બે કાન, બે નસકોરા, એક મોઢું, એક મળદ્વાર અને એક મૂત્રદ્વાર એ બધાની શક્તિ એક જ ઠેકાણે કેન્દ્રિત થવી મતલબ કે નાકમાં ઉતરવી એવો અર્થ વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે જો આ નવેનવ દ્વાર એ કે જ ઠેકાણે આવી જાય તો ટ્રાફિક જામની કેવી જબરી સમસ્યા સર્જાય એ સમજાવવાની જરૂર ખરી? નહીં ને. એના પરથી नाकी नऊ येणे એટલે ખૂબ ત્રાસ થવો, કોઈ ઉપાય કારગત ન થવો એવા અર્થ પણ છે.

नौ का खेल
હિન્દીમાં નવ નૌ તરીકે ઓળખ ધરાવે છે. તમે શ્રીદેવી પર ફિલ્માવાયેલું ’ચાંદની’નું મજેદાર ગીત मेरे हाथो में नौ-नौ चूडियाँ है, थोडा ठहरो, सजन मजबूरियां है ચોક્કસ સાંભળ્યું હશે. હિન્દીમાં નૌ સંખ્યા ૯ સૂચવે છે, નવું – નવતર કે બાળપણમાંથી યુવાનીમાં કદમ રાખતી વ્યક્તિનો પણ નિર્દેશ કરે છે અને નૌકા એવો અર્થ પણ ધારણ કરે છે. શ્રીદેવીના ગીતમાં નૌનો અર્થ નવ બંગડી કે નવી બંગડી એ તમે જાતે નક્કી કરી લો. नौ महीन પ્રયોગમાં ૯ એવો અર્થ છે. કામ થઈ જવાની ખાતરી હોવા છતાં સહેજ શંકા હોય ત્યારે निन्यानवे प्रतिशत (નવાણું ટકા) એમ કહેવાતું હોય છે. બીજો એક પ્રચલિત પ્રયોગ છે नौ दो ग्यारह. नौ दो ग्यारह हो जाना એટલે ભાગી જવું, નાસી છૂટવું. આવનાર મુસીબતથી ગભરાઈને કે કોઈથી મોઢું સંતાડવું હોય ત્યારે नौ दो ग्यारह हो जाना પ્રયોગ વપરાય છે. ફારસીમાં નૌનો અર્થ નવું, નવતર જેવા અર્થ ધારણ કરે છે. नौनिहाल એટલે નવો ઊગતો છોડ, નવજુવાન, સારાં લક્ષણવાળું બાળક એવા અર્થ છે. નૌનિહાલ નામની હિન્દી ફિલ્મ ૧૯૬૭માં આવી હતી જેમાં સંજીવ કુમાર, બલરાજ સાહની અને ઈન્દ્રાણી મુખરજી મુખ્ય કલાકાર હતા. ઓછો જાણીતો ફારસી શબ્દ છે ણળે-રૂફળફ. નદી હઠવાથી મળતી નવી જમીન જેના પર મહેસૂલ લાગે એવો એનો અર્થ થાય છે, અહીં બરાર એટલે ઉત્પાદન કર (ટેક્સ).
नौसिखिया એટલે નવુંસવું કે શિખાઉ અને नौजवान એટલે નવયુવક. જોકે, નૌસેના સાથે જોડાવાથી નવો જ અર્થ ધારણ કરે છે. नौसेना એટલે નૌકાસૈન્ય કે નૌકાદળ. અહીં નૌ નૌકાનો અર્થ ધારણ કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.