ઝબાન સંભાલ કે

ઉત્સવ

બામણિયા મત થોડી, દીધી ભેંસ ને લીધી ઘોડી, પહેલાં થતો’તો પિંડો અને હવે ઘોડી કરે છે લીંડો

હેન્રી શાસ્ત્રી

ગાય અને ભેંસ દુધાળા પ્રાણી તરીકે ખ્યાતિ ધરાવે છે. ગાય માતા તરીકે અને પવિત્ર પ્રાણી તરીકે ઓળખ ધરાવે છે. ગાયની સરખામણીમાં ભેંસનું દૂધ વધુ મલાઈદાર હોય છે, પણ અક્કલની વાત આવે ત્યારે ભેંસ ડોબી માનવામાં આવે છે. ભેંસ ભાષામાં પણ સરસ રીતે વણાઈ ગઈ છે. એક ગામના ગોર પાસે એક દુધાળી ભેંસ હતી. એક ટંકે અધમણનું બોઘણું ભરાઈ જાય એટલું દૂધ જરૂર આપે. ગોર – ગોરાણી અને બાળકો ધરાઈ જાય એટલું દૂધ નિયમિત મળતું રહેતું હતું. એ જ ગામમાં એક રાજપૂત રહે. સીમમાં જવા પર ઘોડી પર પલાણ કરે. ગોરની જ્યારે એની પર નજર પડે ત્યારે મનમાં વિચાર આવે કે ‘આવી ઘોડી મારી પાસે હોય તો એના પર સવારી કરી વધુ બે ગામમાં માગવા જઈ શકાય.’ એક દિવસ ગોરે રાજપૂત સમક્ષ ઘોડી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજપૂતે એવી રકમ માંગી કે ગોરને પરસેવો વળી ગયો. જોકે, વિચાર કરી રાજપૂતને કહ્યું કે ‘તમે માંગી એટલી મૂડી તો મારી પાસે છે નહીં, પણ એ ઉકેલ છે. હું મારી ભેંસ આપું ને બદલામાં તમે તમારી ઘોડી મને આપો.’ રાજપૂતને ઘેર દૂઝાણું નહોતું. એટલે તેણે સોદો મંજૂર રાખ્યો. અલબત્ત ગોરાણીનો તીવ્ર વિરોધ હતો પણ વધુ માંગવા મળશે એ લાલચે ગોરે ધાર્યું કર્યું. ભેંસ આપી ઘોડી લઈ લીધી. એકાદ વરસ પસાર થયું ત્યાં ભેંસના દૂધથી વંચિત રહેલા ગોરના બાળકોના ભરાયેલા શરીર સૂકી લાકડી જેવા થઈ ગયા. ઘોડી પર સવાર થઈ ગામેગામ લોટ માંગવા ગયેલા ગોર હવે બે પાંદડે થયા છે એમ માની લોકોએ એમને લોટ આપવાનું બંધ કર્યું. આમ ગોરને બેઉ બાજુએથી ખોવાનો વારો આવ્યો. આ પરિસ્થિતિ જોઈ એક કવિએ દૂહો રચી દીધો કે બામણિયા મત થોડી, દીધી ભેંસ ને લીધી ઘોડી, પહેલાં થતો’તો પિંડો અને હવે ઘોડી કરે છે લીંડો. મતલબ કે બ્રાહ્મણમાં અક્કલ ઓછી હતી તે ભેંસ આપી ઘોડી લીધી. પરિણામે થયું એવું કે પહેલા રોજ દૂધ મળતું ને માખણનો પિંડો થતો હતો. હવે તો ઘોડી છે જે રોજ લીંડો કરે છે. ગોર લાભ મેળવવા ગયા પણ,સરવાળે નુકસાન જ થયું.
ભેંસની અત્યંત પ્રચલિત કહેવત છે ભેંસ આગળ ભાગવત. મૂર્ખ માણસને શિખામણ આપવાથી કે સમજદારીની બે વાત કરવાથી કોઈ અર્થ સરતો નથી એ એનો સાર છે. સામી વ્યક્તિની નાદાની જોઈ સમજદારની આંખોમાં આંસુ આવી જાય તો નવાઈ ન લાગે. ટૂંકમાં અજ્ઞાની પાસે પંડિતાઈવાળી વાત કરવાનો કોઈ અર્થ જ નથી. ગામમાં એક પંડિત કથા વાંચતા હતા. એક દિવસ વૃદ્ધ ડોશીમા કથા સાંભળવા આવ્યા. પંડિતજીની વાણી સાંભળી ડોશીને ગળે ડૂમો ભરાઈ આવ્યો અને થોડી વારમાં તો તેઓ ચોધાર આંસુએ રડવા લાગ્યાં. પંડિતજીએ આ જોયું અને તેમણે ધારી લીધું કે પોતાની કથાનો ભાવાર્થ માજી સમજી ગયા છે એટલે એમની આંખોમાંથી શ્રાવણ – ભાદરવો વરસે છે. કથા સમાપ્ત થયા પછી પંડિતજીએ ડોશીમાને વંદન કરી કહ્યું કે તેમની જેટલો કથાનો ભાવાર્થ કોઈ નથી સમજ્યું. જવાબમાં ડોશી બોલ્યા કે ‘મારી પાસે એક પાડી હતી જે આમ જ બરાડા પાડી પાડીને મરી ગઈ. તમને પણ એના જેવો રોગ થયો હોય એવું લાગે છે અને મને એનું જ રડવું આવે છે.’ આ વાત સાંભળી પંડિતજીએ કપાળ કૂટ્યું અને એ દિવસથી ‘ભેંસ આગળ ભાગવત’ કહેવત બની.
———
SUMMER IDIOMS

આવતી કાલથીAUGUST મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનાનું નામ ‘Augustus’ પરથી પડ્યું છે જેનો અર્થ આદરણીય, પૂજ્ય – પવિત્ર એવો થાય છે.August એટલે પ્રભાવી, ભવ્ય, શ્રેષ્ઠ, ઉમદા એવા અર્થ પણ છે.You are in a August company એટલે તમે પ્રભાવી કે શ્રેષ્ઠ માણસોની સંગતમાં છો એવો અર્થ થાય છે. આ મહિનો યુકે – યુરોપમાં પરિવાર,મિત્રો સાથે પાર્કમાં કે દરિયા કિનારે ફરવા જવાનો હોય છે. અત્યારે Summer Time ચાલી રહ્યો છે ત્યારે કેટલીક Summer idioms વિશે જાણીએ. Like Watching Grass Growરૂઢિપ્રયોગનો અર્થ છે અત્યંત કંટાળાજનક બાબત. ઘાસ બહુ ધીમી ગતિએ ઊગતું હોય છે એટલે એને ઊગતું જોવામાં કોઈ રોમાંચ નથી આવતો, બરાબર ને?It’s been raining all week and there’s nothing to do! This time is like watching grass grow. આખું અઠવાડિયું વરસાદ પડ્યો એટલે કોઈ પ્રવૃત્તિ નહોતી. સમય બહુ જ કંટાળાજનક હતો. A Fair-Weathered Friendવાંચી પોઝિટિવ લાગણી થાય, પણ હકીકત ઊંધી છે.Fair-Weathered Friend એને કહેવાય જે સારા સમયમાં જ સાથ નિભાવે અને માઠા સમયમાં જરૂર હોય ત્યારે દેખાય પણ નહીં.ravel on a Shoestring પ્રયોગમાં કરકસર કરવાનો મહિમા છે. To travel on a shoestring or a shoestring budget એટલે ઓછા પૈસા ખર્ચી મુસાફરી કરવી.Head in the Clouds એટલે શું ચાલી રહ્યું છે એનું ભાન ન હોવું. Rahul could not answer the simple question because his head was in clouds. . રાહુલ સહેલા સવાલનો જવાબ ન આપી શક્યો કારણ કે એનું ધ્યાન બીજે કશેક હતું. Have a Green Thumb મજેદાર પ્રયોગ છે. બાગકામની આવડત માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. આ પ્રયોગ માત્ર અને માત્ર ગાર્ડનિંગનાં કામની કુશળતા માટે જ વાપરી શકાય છે. જેમને સતત લોકો વચ્ચે ઘેરાયેલા રહેવું ગમે કે લોકોના સાથ સંગાથ પ્રિય હોય એ Social Butterfly તરીકે ઓળખાય છે. આવા લોકોને પાર્ટીમાં હળવું, મળવું અને બધા સાથે વાતોએ વળગવામાં આનંદ આવે છે. Divesh is such a social butterfly! He’s out every night of the week and knows everyone in this city.. દિવેશ સ્વભાવે મળતાવડો છે. બધા જ મળતા રહેવું એને ગમતી વાત છે એટલે રોજ રાત્રે એ બહાર જ હોય છે. Dog Days of Summer એટલે કાળઝાળ ગરમીના દિવસો. આ દિવસોમાં ન તો કંઈ કરવાની ઈચ્છા થાય કે ન આસપાસ કંઈ બનતું હોય. t’s impossible to get any work done during these dog days of summer! ખૂબ ગરમી પડતી હોય ત્યારે કોઈ પાસે કામ કરાવવું બહુ મુશ્કેલ હોય છે.
———–
प्रचलित कहावतें

સામાન્ય બોલચાલમાં વપરાતી કહેવતો એના વારંવાર થતા ઉપયોગને કારણે ખાસ્સી લોકપ્રિય બની જતા વાર નથી લાગતી. આ કહેવતો સમજવામાં સહેલી હોય છે અને એમાં રોજિંદા વ્યવહારના રૂપકનો ઉપયોગ જોવા મળે છે. અંગૂઠા સંબંધિત હિન્દી કહેવતો એનું ઉદાહરણ છે. પહેલો પ્રયોગ છે अंगूठे चूमना.. ચાપલૂસી કરવી એવો એનો ભાવાર્થ છે. દરેક સમયકાળમાં બેહૂદી લાગતી આ વૃત્તિ વત્તાઓછા અંશે જોવા મળે છે. આવું કરી અનેક લોકો પોતાનું કામ કઢાવી લેવામાં સફળ રહે છે, પણ એ સમાજના હિતમાં નથીजब विद्वान पुरुष भी मंत्रियों के अंगूठे चूमने लगे तो समज लो की समय अच्छा नहीं.વિદ્વાન પુરુષો પણ જ્યારે મંત્રીઓની ચાપલૂસી કરવા લાગે તો સમજી લેવું કે કપરો કાળ ચાલી રહ્યો છે. ર્ઐઉુંછળ રુડઈંળણળ એટલે દગો દેવો. उसने अपना काम निकाल लिया, लेकिन मुझे जब जरुरत पडी तो अंगूठा दिखा दिया તેણે પોતાનું કામ કરાવી લીધું, પણ મને જરૂર હતી ત્યારે મોઢું ફેરવી લીધું. એ જ અર્થ ધરાવતા ગુજરાતી રૂઢિપ્રયોગ ડિંગો દેખાડવો તમે જાણતા હશો. अंगूठा नचाना પ્રયોગમાં કોઈ નાચવાની કે નચાવવાની વાત નથી. ચીડવવું, ઠેકડી ઉડાડવી કે મશ્કરી કરવી એવો ભાવાર્થ છે. अपने गुरु के सामने अंगूठा नचाना ठीक नहीं.ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહેવાતું હોય, માનવામાં આવતું હોય એ સંસ્કૃતિમાં ગુરુની ઠઠ્ઠા – મશ્કરી કરવાનો વિચાર પણ અયોગ્ય કહેવાય, બરાબર ને? અલબત્ત સમય બદલાઈ ગયો છે અને ગુરુના આસન માટે આદર નથી રહ્યો એ જુદી વાત છે. अंगूठी का नगीना પ્રયોગમાં પ્રશંસાની
વાત છે. નગીના એટલે કિંમતી રત્ન અથવા સુંદર
સજાવટવાળું. अरे दूल्हा तो देखो बिलकुल अंगूठी का नगीना ह. વરઘોડો આવે ત્યારે વરરાજાને છુપાઈને નિરખતી ક્ધયાની સખીઓ જો વરરાજાને જોઈને રાજી થઈ જાય તો બોલી ઊઠે કે ‘અરે દુલ્હો કેવો ફાઈન લાગે છે. વીંટીમાં જડેલા રત્ન જેવો છે.’
——–
प्राण्याचे म्हणी
માણસ સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે. બુદ્ધિશાળી પ્રાણી પણ કહેવાય છે. બીજી તરફ ચોપગું પ્રાણી ઘણી વાર કદમાં કે જોરમાં વધુ કદાવર હોવા છતાં અબોલ હોવાને નાતે અનુકંપાને પાત્ર ઠરે છે. મજાની વાત તો એ છે કે ભાષામાં પ્રાણીઓ ઘણી વાતો શીખવી જાય છે. અઢારે અંગ વાંકા એવી ઓળખ ધરાવતા ઊંટનો રૂઢિપ્રયોગ છે उंटावरून शेळ्या हाकणे.. શેળ્યા એટલે બકરી. ઊંટ પર બેસીને બકરી હાંકવી એ શબ્દાર્થનો ભાવાર્થ છે આળસ કરવું, બેફિકર રહેવું. કામમાં સક્રિય સહભાગ ન હોવા છતાં દૂર બેઠા બેઠા સલાહ સૂચન આપતા રહેવું. ક્રિકેટના મેદાન પર ક્યારેય પગ પણ ન મૂક્યો હોય, પણ ટીવીમાં મેચ જોઈ ક્રિકેટરને કેમ રહેવું એની સલાહ આપવી.उंटावरचा शहाण એટલે મૂર્ખ માણસ પાસેથી સલાહ મેળવી એવો ભાવાર્થ છે. પાણી પીતી વખતે એક વાછરડાનું મોઢું માટલામાં ફસાઈ ગયું. એ કાઢવા માટે મૂરખની સલાહ લેવામાં આવી. તેણે કહ્યું કે પોતે ઊંટ પર બેસીને આવશે અને એટલે પહેલા ઘરની ભીંત તોડવી પડશે. એ પ્રમાણે કર્યા પછી ઊંટ પર બેઠા બેઠા મૂર્ખ શિરોમણીએ કહ્યું કે પહેલા એની ગરદન કાપો જેથી એનું ડોકું સુરક્ષિત રહે અને પછી માટલું ફોડી ડોકું બહાર કાઢી લેજો. મૂર્ખાઈની તો હદ થઈ ગઈ ને. ઊંટ પછી અશ્ર્વની વાત કરીએ. घोडा मैदान जवळ असणे એટલે પરીક્ષાનો સમય કે કસોટીનો કાળ નજીક હોવો.जवळ असल्यास काही लोक तयारीला लागतात.. પરીક્ષા ઢૂંકડી દેખાય ત્યારે જ મહેનત શરૂ કરવાની આદત ઘણા લોકોને હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.