થપ્પડ સે નહીં બીવી કી સરપ્રાઈઝ સે ડર લગતા હૈ! Birthday ના દિવસે અરેસ્ટ થનારા યુટ્યુબર ગૌરવ તનેજાનું ટ્વીટ વાયરલ, બની રહ્યા છે મજેદાર મીમ્સ

ફિલ્મી ફંડા

બર્થડેના દિવસે લોકપ્રિય યુટ્યુબર ગૌરવ તનેજાએ પોતાની પત્ની રિતુ રાઠી પર રમૂજી અંદાજમાં નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટર પર આ સંબંધિત એક પોસ્ટ કરી છે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પણ આ પોસ્ટની મીમ્સ બનાવીને મજા લઈ રહ્યા છે.

બર્થડેના દિવસે મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ જમા થતાં નોએડા પોલીસે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધીને ગૌરવ તનેજાની ધરપકડ કરી હતી અને સાંજે તેને છોડી દેવામાં આવ્યો હતો. રિતુ રાઠીએ જણાવ્યું હતું કે ગૌરવના બર્થડે માટે તેણે મેટ્રો સ્ટેશનથી ચાર મેટ્રો કોચ બુક કરાવીને ત્યાં બર્થડે પાર્ટી હોસ્ટ કરવાની હતી, પરંતુ ત્યાં ભીડ જમાં થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે, આ ઘટનાને લઈને તેણે કરેલું ટ્વીટ વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે.

 

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.