Homeલાડકીયુવાનીએ જવાબદારીઓનું જતન

યુવાનીએ જવાબદારીઓનું જતન

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

છેલ્લી પંદર મિનિટમાં લગભગ પચ્ચીસમી વખત હાથમાં લીધેલ ફોન એણે પાછો મૂકી દીધો. ઘેર ફોન કરવો કે નહિ એ અવઢવ યાનાને મનમાં સતત ચાલી રહી હતી. સવારથી વારંવાર એ વિચાર આવતો હતો કે, એક વાર ફોન કરીને કહી જોઉં કે આજે પોતાની બદલે જો કોઈ બીજું ફંકશનમાં જઈ આવે અને એ રીતે જવાબદારી નિભાવી શકે તો પોતાના માટે ઘણું સરળ પડે. આમપણ આજે ઘરમાં બીજા બધાને કોઈને કોઈ કારણોસર રજા હોય દરેકને અનુકૂળ આવે એમ પણ હતું જ. તો કોઈપણ એક વ્યક્તિ પોતાની બદલે જવાબદારી નિભાવી શકે, પરંતુ એનો આટલાં વર્ષોનો અનુભવ એને રોકી રહ્યો હતો એને ખબર જ હતી કે, હજુ તો ત્રીસી વટાવી પણ નથી એવી નાની ઉંમરે જ ઘર કુટુંબની આવી સામાજિક જવાબદારીઓ એના શિરે કાંટાળા તાજ માફક વીંટળાયેલ છે અને એ પીડા સાથેનું પોતીકુપણું પોતે ક્યારેય પણ ઉતારી શકશે નહિ. છતાં પોતાની સામે પડેલ ફાઈલ્સના થપ્પા પર નજર પડતા એને થયું કે એક તક તો લેવી જોઈએ અને ઘરની વ્યક્તિઓને પણ ના પાડવાની વધુ એક તક આપવી જોઈએ અને આખરે એણે મોબાઈલ સ્ક્રીન પર ‘સ્વીટ હોમ’ લખેલ નંબરને ડાયલ કરી દીધો. સામેના છેડેથી અપેક્ષિત જવાબો જ મળ્યા અને નિષ્કર્ષ એજ નીકળ્યો કે પોતે જ જવું પડશે. ઑફિસમાં આજે કામનો ઢગલો હતો અને આજે જ એને વહેલું રજા લઈને જવું પડે એમ હતું.
દરેક વખતે આવું કેમ બનતું હશે કે એને કામનો બોજો વધે ત્યારેજ જવાબદારીઓનો ભાર પણ વધે? અને ત્યારેજ નૈતિક કે સામાજિક ફરજો પણ સામે ફેણ ચડાવી ઊભી રહી જાય? એણે પાસેના ડેસ્ક પર બેસેલ એની મિત્ર જેવી સહકર્મચારીને પૂછ્યું. મારે પણ આવું જ થાય છે મોટાભાગે બધું જ ભેગું થાય અને એમ તો આપણે દરેક જગ્યાએ પહોચી વળીએ, પરંતુ છેલ્લે થાકી જવાય, ઘરમાં મારે તો બધા આમ નવરા જ હોય પણ આવા પ્રસંગોપાત કોઈ જાય નહીં મારે જ જવું પડે. પેલીએ બાજુમાં પડેલી ફાઈલ ઉઠાવતા કહ્યું અને ફરી પાછી કામે વળગી ગઈ. એ થોડીવાર એમજ વિચારતી બેસી રહી પોતાને ત્યાં પણ આજ પરિસ્થિતિ હતી.
ઘરમાં અન્ય સભ્યો ક્યારેક વ્યસ્ત ના હોય તેમ છતાં સામાજિક કે કૌટુંબિક જવાબદારીઓ નિભાવવાની જવાબદારી ક્યારેય કોઈ ઉપાડતું નહીં. અને પોતે ક્યારેય આ બાબતે નકાર કરી શકી નહોતી. એવું શા માટે થતું ? એના જવાબો હજુ સુધી એને મળ્યા નહોતા.
ટીનએઈજ સુધી બિન્દાસ્ત જીવેલી યાના યુવાનીમાં પ્રવેશી ત્યારે પણ જાત સિવાયની બહુ ઝાઝી જવાબદારી તેણીએ ક્યારેય લીધી નહોતી, પરંતુ હવે યુવાનીના મધ્યાહ્ને જયારે સંબંધો સાચવવા માટે નિભાવવી પડતી જવાબદારીઓ એના શિરે ધરાર આવી પડી છે ત્યારે અંગત રીતે ઘણી તકલીફ પડવા છતાંય ધીમે ધીમે જાણે એની ઘરેડ પડી ગઈ.
યાના જોકે ક્યાંય સુધી એક જ વાત વિચારતી રહી સંબંધો સાચવવાની જવાબદારી માત્ર તેના જ ભાગે શા માટે? કદાચ પુરુષોની સરખામણીએ ી
વધુ લાગણીશીલ હોય છે અને આથીજ આપણે આપોઆપ એવું માની લઈએ છીએ કે ી સંબંધોના દરેક સમીકરણો ઉકેલવા સક્ષમ હોવી જ જોઈએ જો એમાં કોઈ સરતચૂક થાય તો એ અણઘડ ગણાય. એની આવડત પુરવાર કરવા માટેના અનેક માપદંડો ઘડાયા છે.
ી જો સંબંધ સારી રીતે નિભાવી જાણે, સંબંધોનાં સૂત્રોને તારવી જાણે તો એ આવડત માટે એના ગુણગાન ગવાય ભલેને પછી એવું કરવા જતા એની પોતાની અનેક તકલીફોને ક્યારેય ગણકારવામાં ના આવી હોય, પોતાના માન-સન્માન, સ્વાભિમાન વિચાર અને આચારને બદલાવીને એ ક્યારેક બીજાનું બધું સાચવતી હોય છે એ વાતની અવગણના કરી એને મૂલવવામાં આવે છે. પરંતુ બદલાતા જતા સમય સાથે જો બધુંજ બદલાતું હોય તો સંબંધો સાચવવાની ફરજને
પણ એકલી ીના માથેથી ઉતારી બીજા દરેકને સોંપી શકાય ખરા.
ઘરના દરેક સભ્યોની પણ એટલી જ જવાબદારી રહે છે જેટલી ીની. ઘરનું બાળક પણ જયારે નાનું હોય ત્યારથી જ એને સમજાવી શકાય કે જેથી કરીને એ જયારે મોટું થાય ત્યારે પોતાની
ફરજો અને જવાબદારીઓ સમજી એનો અમલ
કરી શકે.
સંબંધોનાં સૂત્રો સમજાવવાની અને સમજવાની આવડત દરેક યુવતીમાં જન્મજાત હોય જ છે તે લાગણીના તાંતણે દરેકને બાંધી રાખે છે અને આથીજ આપણો માળો વિખાતો નથી. બધુંજ એકજુટ કરીને રાખવાની ીની કુદરતી કળા આપણી આખી સામાજિક વ્યવસ્થાને ધબકતી રાખે છે. બાળકને સાચવવાનું હોય કે સંબંધને ી હંમેશાં પોતાની જાતને પાછળ રાખી અન્યોને પ્રાધાન્ય આપે છે અને આથીજ ક્યારેક આપણે એવું માની લઈએ છીએ કે ીનીએ ફરજ છે, ીએ કરવું જ જોઈએ, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. ી પ્રેમ કે લાગણી થકી કે પછી સંબંધોના ભાવથી એ કરવા પ્રેરાય છે નહિ કે પોતાના કોઈ અભાવ થકી. એ વાત આપણેસૌએ ધ્યાનમાં રાખવી જોઈએ.
સંબંધોમાં જાણ્યે અજાણ્યે વળતી ગાંઠ ઉકેલવાના પ્રયત્ન પણ ી દ્વારા જ કરવામાં આવતા હોય છે. યુવાની પછી ીને આવા દરેક વણસેલા સંબંધને સુલઝાવવાના કે નવા સંબંધને સાચવવાના પ્રયત્નો થકાવી દેતા હોય છે. અને એટલે જ તરુણાવસ્થા બાદ વધતી ઉંમર સાથે અમુક પ્રશ્ર્નોને વણઉકેલ્યા રહેવા દેવા એમાંજ સારપ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular