પાલઘર: પાલઘર જિલ્લાના વસઈ ખાતેથી ૩૪ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોઈ તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સુનીલ તિવારી તરીકે થઈ હતી. વાલિવ વિસ્તારમાં નિર્જન સ્થળે પડેલા તિવારીના મૃતદેહ પર મંગળવારની સાંજે રાહદારીની નજર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતાં વાલિવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. તિવારીની ગળું દબાવી કથિત હત્યા કર્યા બાદ મૃતદેહને વાલિવ ખાતે ફેંકવામાં આવ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)