દિલ્હીમાં 16 મહિનાના રિશાંતે બે જણને નવજીવન આપ્યું, જાણો એની Emotional વાર્તા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીના 16 મહિનાના રિશાંતે ભલે દુનિયાને અલવિદા કહી દીધું હોય, પણ આ નાનકડો ભૂલકો બે જણને નવજીવન સીંચીને ગયો છે. માસુમ રિશાંતના પરિવારે તેની યાદ જીવતી રાખવા અને અન્યના બાળકોને સુરક્ષિત રાખવા રિશાંતના અંગનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. રિશાંતના હૃદયનો વાલ્વ બીજા બાળકનો જીવ બચાવશે અને અન્ય બે બાળકો પણ રિશાંતની બંને કીડનીથી પોતાનું જીવન જીવી શકશે. તેનું લીવર પણ એક છ મહિનાની બાળકીને દાન કરવામાં આવ્યું હતું.
17 ઓગસ્ટના રોજ ગીતા કોલોનીના કૃષ્ણા નગર વિસ્તારમાં રહેતો રિશાંત ત્રીજા માળેથી નીચે પડ્યો હતો. જે બાદ રિશાંતના પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા અને બાદમાં તેને ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા, જ્યાં બાળકીની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું હતું. લગભગ 8 દિવસ સુધી જીવન-મૃત્યુની લડત લડવા હોસ્પિટલમાં રહ્યા બાદ 24 ઓગસ્ટે રિશાંતને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ આઘાતથી પરિવાર સંપૂર્ણ રીતે ભાંગી પડ્યો હતો.
ડોકટરોના જણાવ્યા અનુસાર, રિશાંત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં સૌથી નાની વયનો અંગ દાતા હતો. તેમની કિડની અને લીવર અન્ય બે બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના હૃદયના વાલ્વ અને કોર્નિયા એઈમ્સમાં સાચવી રાખવામાં આવ્યા છે.
રિશાંત પાંચ બહેનનો એક માત્ર નાનો ભાઇ હતો. તેના મૃત્યુથી પરિવારજનો પારાવાર શોકમાં ગરકાવ થઇ ગયા હતા, પણ જ્યારે તેમને જાણ થઇ કે રિશાંતના અંગો બીજાનું જીવન બચાવી શકે છે ત્યારે તેમણે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.