છત્તીસગઢના કોરિયા જિલ્લાના એક ગામમાં પાડોશીએ મહિલાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પાડોશીને લાગી રહ્યું હતું કે મહિલા તાંત્રિક વિધી કરે છે અને તેને કારણે તેની પત્ની ગર્ભ ધારણ નથી કરી શકતી. આ કારણે પાડોશી અને મહિલા વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ અને આવેશમાં આવીને પાડોશીએ 50 વર્ષની મગિલા પર લોખંડના ધારદાર હથિયારથી હુમલો કરીને નિર્મમ હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો. હત્યાની સૂચના મળ્યા બાદ ઙટનાસ્થળે પહોંચેલી પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને તેની ધરપકડ કરી હતી. સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધીને 22 વર્ષીય આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, આરોપીએ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, મૃતક મહિલા આરોપી અને તેની પત્ની સાથે ગેરવર્તન કરતી હતી. તેની પત્નીની તબિયત ખરાબ રહેતી હતી અને તે ગર્ભ ધારણ કરી શકતી નહોતી.

Google search engine