ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર બસારથપુર ગામાં પત્નીના રોજ રોજના ઝઘડાથી પરેશાન પતિ 100 ફૂટ ઉંચા ઝાડ પર ચઢી ગયો હતો. એક મહિનાથી તે નીચે જ નથી ઉતર્યો હોવાની માહિતી સામે આવી છે. ગ્રામવાસીઓ અને પરિવાર જ્યારે તેને નીચે ઉતારવાની કોશિશ કરે તો તેમના પર ઈંટ અને પથ્થરથી હુમલો કરે છે.

ઘટનાની માહિતી મળતાં પોલીસે તે યુવકને નીચે ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ યુવકે ઈનકાર કર્યો હતો. યુવકના પિતા બિશુનરામના ઘરે તેની વહુ રોજ ઝઘડા કરી હતી, ઘણી વાર આ ઝઘડા મારપીટ સુધી પહોંચી જતો હતો. આ ઝઘડાથી પરેશાન તેના દિકરો તાડના ઝાડ પર ચઢી ગયો હતો. તે મોડી રાત્રે નિત્યક્રમ કરવા નીચે ઉતરે અને કેટલાક પથ્થર ભેગા કરીને પાછો ઉપર ચઢી જાય. તે ઝાડ ઉપર જ ભોજન કરે. દરરોજ તેના ઘરવાળા ખાવાનું લઈને આવે તો તે એક રસ્સીના માધ્યમથી ભોજન લઈ લે છે.

 

 

Google search engine