Homeપુરુષ૫૯ની ઉંમરમાં દાદાજીનું આવું શરીર જોઈને તમે પણ દંગ રહી જશો

૫૯ની ઉંમરમાં દાદાજીનું આવું શરીર જોઈને તમે પણ દંગ રહી જશો

સુરેશ કુમાર વીસ વર્ષના હતા, ત્યારે તેમણે પહેલીવાર જીમમાં પગ મૂક્યો. તે સમયે તેમણે પોતાની ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ પૂરી કરી હતી અને તેમની પાસે કોઈ નોકરી ન હતી. બેરોજગારીના સમયમાં તે પોતાનો ટાઈમપાસ કરવા માટે જીમ જતા હતા. કોલ્લમમાં ભરણીકવિના મૂળ નિવાસી સુરેશે લગભગ એ કલ્પના ન હતી કે એક દિવસ તેમનું જીવન હંમેશાં માટે બદલાઈ જશે. તાજેતરમાં જ ૫૯ વર્ષના સુરેશે પોતાના રાજ્ય કેરળનું ગૌરવ વધારી માર્સ્ટર્સ કેટેગરીમાં મિસ્ટર ઈન્ડિયા ખિતાબ જીત્યો છે.
સુરેશે ૧૯૮૫માં જીમની ટ્રેનિંગ શરૂ કરી અને બે વર્ષ બાદ ૧૯૮૭માં કેરળ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં તેમને ક્ધડક્ટરની નોકરી મળી ગઈ. તેમની ડબલડ્યૂટી હોવાને લીધે અઠવાડિયામા તેમણે ત્રણ દિવસ જ કામ કરવું પડતં હતું. આ કારણે તેમને વર્કઆઉટ કરવા અને પોતાની બોડી બનાવવા માટે પૂરતો સમય મળ્યો. પોતાના વર્કઆઉટ અને મહેનતના દમ પર તેમણે મી. કોલ્લમનો ખિતાબ જીત્યો, પરંતુ તેના કરતા મજેદાર વાત એ છે કે તેને દોઢ દસકા સુધી યથાવત રાખ્યો.
આ ઉપરાંત તેઓ પાંચ વાર મિ. કેરળ બન્યા. ૪૦ વર્ષની ઉંમર પાર કર્યા બાદ પ્રતિયોગીઓએ માસ્ટર્સ વર્ગમાં સ્પર્ધા કરવાની હોય છે. વર્ષ ૨૦૦૮માં કોલકાતામા યોજાતી પ્રતિયોગીતામાં ૪૦થી ૫૦ વર્ષની સ્પર્ધા માટે તેમને તેમને મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ માત્ર ત્રીજું સ્થાન મેળવી શક્યા. સુરેશનું કહેવાનું છે કે તેઓ ત્યારથી માસ્ટર્સ વર્ગ માટે ખૂબ જ મહેનત કરવા લાગ્યા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સુરેશ પુડ્ડુચેરીમાં આયોજિત ૫૦-૬૦ વયની કેટેગરીમાં ઓપન ક્લાસ માસ્ટર્સ મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીતનારા પહેલા કેરળવાસી બન્યા.
તેઓ મે ૨૦૨૦માં કેરળ રોડ ટ્રાન્સપોર્ટ કોપોર્રેશનમાં પોતાની નોકરીથી રિટાયર થયા. સુરેશ ત્યારથી કોલ્લમમાં એલિયન જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે. તેઓ સવારે ૫.૩૦ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જીમમાં કામ કરે છે.
તેઓ સ્પેશિયલ ડાયેટ ત્યારે જ લે છે જ્યારે તેઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા હોય. તેઓ પોતાનું કાર્બોહાઈડ્રેટ નિયંત્રણમાં લેવા માટે અઠવાડિયામાં ત્રણ વાર જ ભાત ખાય છે.

યાદશક્તિની રેસમાં મહિલાઓ પુરુષોથી આગળ
આપણે ત્યાં એવી કહેવત છે કે મહિલાઓની બુદ્ધિ પગની પાનીએ, પણ હકીકતની વાત કરીએ તો હકીકત તો એકદમ અલગ જ છે અને આવું અમે નહીં પણ હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે મહિલાઓનું મગજ પુરુષો કરતા પણ વધારે તેજ હોય છે અને આટલું ઓછું હોય તેમ મહિલાઓ ૫૦ વર્ષ જુના શબ્દોને યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. મહિલાઓનું મગજ પુરુષો કરતાં પણ વધારે એક્ટિવ હોય છે. નોર્વેની બર્ગન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો ખુલાસો થયો હતો. સંશોધકોએ પુરુષો અને મહિલાઓના માનસિક કૌશલ પર ટીમે છેલ્લાં ઘણા વર્ષોના આંકડા ભેગા કર્યા હતા. તેના મેટા-વિશ્લેષણમાં ૩ લાખ ૫૦ હજારથી વધુ સહભાગીઓનો ડેટા લેવામાં આવ્યો હતો. આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા સંશોધનમાં બહાર આવ્યું છે કે સ્ત્રીઓમાં બોલવાની વધુ કુશળતા હોય છે.
બૌદ્ધિક કૌશલમાં પુરુષો, મહિલાઓ વચ્ચે કોઈ અંતર નહીં
પુરુષોની સરખામણી મહિલાઓની યાદશક્તિ પણ ખૂબ જ સારી હોયછે. મહિલાઓ ચોક્કસ પ્રકારના અક્ષરો અને શ્રેણીથી શરૂ થનારા નામ તેમ જ શબ્દો શોધવામાં કે પછી તેને વધુ સારી રીતે યાદ રાખવામાં સક્ષમ છે. સંશોધક માર્કો હિરસ્ટીનનું એવું માનવું છે કે, બૌદ્ધિક કૌશલના મામલે પુરુષો અને મહિલાઓ વચ્ચે કોઈ અંતર નથી. મહિલાઓના મગજમાં હિરસ્ટીન અને લિમ્બિક સિસ્ટમમાં બ્લડ ફ્લો વધારે હોય છે ને ફ્લુઇડનું પ્રમાણ પણ વધારે હોય છે, જેના કારણે મહિલાઓનું મગજ પુરુષોની સરખામણીએ વધારે એક્ટિવ હોય છે.
ચહેરો યાદ રાખવામાં પણ મહિલાઓનો જોટ્ટો જડે એમ નથી સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના અન્ય એક સંશોધન અનુસાર, મહિલાઓ ચહેરાને યાદ રાખવામાં પણ અગ્રેસર હોય છે. જો કે, પૂરતી ઊંઘ ન થવાને કારણે, ડિપ્રેશન કે ઉંમર વધવાથી અસર થઇ શકે છે. એટલું જ નહીં, મહિલાઓ ચહેરા અને વાસ જેવી સંવેદનાત્મક યાદોને યાદ કરવામાં પણ વધુ આગળ હોય છે.

RELATED ARTICLES

Most Popular