તમે માની નહીં શકો

ઉત્સવ

આજે આટલું જ – શોભિત દેસાઈ

હા, ગયા રવિવારની અધૂરી વાત તો આગળ વધારીએ જ, પણ એ પહેલાં અહીં, અમેરિકામાં પણ આપણા ભારતીય વિસ્તારોમાં અને ભારતીય રીતરિવાજ પ્રમાણે કૃષ્ણ કનૈયાલાલ કી જય નાં નાદ ગગનમાં પડઘાઇ રહ્યાં છે. આજે ૧૯ ઓગસ્ટે સાંજે ૭.૩૦ વાગે અહીં ભવશભફલજ્ઞ તયક્ષશજ્ઞિ ભયક્ષયિિં સૌ પહેલાં તો સાંજે ૭.૩૦થી ૮.૩૦ ઉશક્ષક્ષયિ માટે, ૮.૩૦થી ૧૨.૦૦ ભજન સંધ્યા માટે અને ૧૨.૦૦ વાગે કૃષ્ણજન્મ પછી મહાપ્રસાદ માટે ભવ્ય તૈયારીઓમાં વ્યસ્ત છે. હિન્દુઓના ઉપવાસ પણ હિન્દુઓ જેટલા જ ભવ્ય હોય છે. નાનપણમાં અને લગભગ ૫૦ની વય સુધી અમે ઉપવાસને લીધે ઝાપટેલાં બટાકાની કાતરી-રાજગરાનો શિરો-સાબુદાણાના વડાં, ખીચડી, મોરીયો, સાંતળેલા બટાટા અને કાજુ-બદામની મીઠાઇઓ યાદ આવે છે, ત્યારે હૈયુ ભરાઇ જાય છે અને મોં મા પાણીની પીચકારીઓ છૂટે છે!!!
મારા અને ચંદુના સાન ફ્રાન્સિસ્કોની હવેલીમાં આયોજાયેલા તવજ્ઞૂ દરમિયાન કંઇ અલગ જ રંગમાં
આવી જવાયું હતું…. શ્રીજીબાવાની ભવ્ય પ્રતિમા આગળ પર્દો (પરદો) ઢાળીને અમારું તફિંલય સૌમિલ શાહ-રાજુભાઇ
શાહ અને બિપીન કાપડિયાએ બનાવ્યું હતું… તે, જિંદગીમાં કોઇ નહીં ને પહેલીવાર હું એટલો કૃષ્ણમય થઇ ગયો અને એવો કૃષ્ણ અવતારની વાત ઉપર ચઢી ગયો કે ન પૂછો વાત! કૃષ્ણ ભગવાનને ભગવાનમાંથી મારા ૠજ્ઞમ રફવિંયિ મારા પરમ સખા તરીકે વર્ણવતા મેં કહ્યું કે એક વખત કૃષ્ણ મારા એક શેર સાથે ૧૦૦ ટકા સહમત થઇ ગયેલા અને મને ભીની આંખે શાબાશી આપેલી. એ આ નીચેના ત્રણમાંના ત્રીજા
શેર પર…
જાત વર્તુળમાં ખરી ખોવાઇ ગઇ
કૂવે રવ વહેતો કરી, ખોવાઇ ગઇ
બાળપણમાં જઇ પહોંચ્યો શોધતાં
વારતામાંથી પરી ખોવાઇ ગઇ
આ મુગટ, આ દ્યુતસભા, આ ધર્મયુદ્ધ
આ બધામાં બંસરી ખોવાઇ ગઇ
પણ હજી આજે પણ તમારે કૃષ્ણની હાજરી મહેસૂસ કરવી હોય તો આટલું કરવું-
ફંફોસું ફોતરી તો જૂના કુળ પણ મળે
લાચારીના લિબાસમાં તાંદુળ પણ મળે
મુરલી ‘ને રથ છે કાષ્ટ, સમજીએ જો આટલું
કુરુક્ષેત્રમાંથી શક્ય છે ગોકુળ પણ મળે.’
કૃષ્ણ વાસુદેવાયની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અવતાર હોવા છતાં સાવ માણસ જેવા હસતા, રમતા જ્ઞિળફક્ષભય કરતા-નરેન્દ્ર મોદીજીની માફક રાજકીય મંત્રણાઓમાં વ્યસ્ત રહેતા, પરમ સુખી-અત્યંત વ્યથિત થતા સર્વાંગી તરીકે જીવ્યા. ભગવાન હોવાનો ભાર એમણે ક્યારેય નથી અનુભવ્યો, નથી અનુભવાવડાવ્યો હથોડીથી ઠોકી બેસાડીને….
બાકીના બધા ભગવાનો, બધા જ ધર્મોના, કાં તો એટલા બધા ગંભીર હોય છે ને કાં તો આંખોના ડોળા કાઢીને આપણને ડરાવતા હોય છે. મારા અંગત મત પ્રમાણે આ બન્ને વિશિષ્ટતાઓ (જો એને વિશિષ્ટતાઓ કહીએ તો) ભગવાનના પાલકપણાના લક્ષણનો ધ્વંસ કરે છે. અરે ભગવાન તો કૃષ્ણ જેવા હોવા જોઇએ, જેની જોડે આપણે હસતાં હસતાં શૅરબજારમાં થયેલા ફાયદા-નુકસાનથી માંડીને છોડી ગયેલી પ્રિયતમાઓથી માંડીને પ્રાપ્ત થયેલી પત્નીના સુખ-દુ:ખ વિશેની ચર્ચા કરી શકીએ… શું કહો છો?
હવે આને પણ લીલા જ કહેવાયને ?! લખવું ’તું આમિશ લોકો વિશે અને વાત કરી આજે તમારી સાથે કેશવ-રણછોડ-કાનુડાની…
યાદ છે ને એ અંધારી રાત જ્યારે બેડીઓ તૂટી’તી સાંકળો ઉઘડી’તી…તાળાઓ ખૂલ્યા’તા અને વસુદેવ ટોપલીમાં અવતાર લઇને જમનામાંથી પસાર થતા હતા ત્યારે શું થયું, તુ એ???
ટોપલીમાં તેજ લઇને નીકળો
આપમેળે પાણીમાં રસ્તા થશે
– મનોજ ખંડેરિયા
આજે આટલું જ…

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.