ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ હવે લોકોની સીધી ફરિયાદ સાંભળવા માટે એક વ્હોટસ એપ નંબર જાહેર કર્યો છે. મંગળવારે સીઓમઓ દ્વ્રારા વ્હોટસ એપ નંબર 7030930344 જાહેર કરાયો છે.
લોકો પોતાની ફરિયાદ કે રજૂઆત માટે સ્થાનિક સ્તરે નિર્ભર રહેતા હોવાથી ક્યારેકે વહવટી તંત્રની શિથિલતાને ભોગ પણ બનતા હોય છે તેમજ સીધી ગાંધીનગર સુધી ફરિયાદ કરવા માટે પ્રયાસ કરતા હોય છે પરંતુ આ માટે ત્વરિત ફરિયાદ થઇ શકે એવી કોઇ ફૂલપ્રુફ વ્યવસ્થાનો અભાવ હોવાની પણ ફરિયાદો થતી હતી.
આ આખરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુધી પોતાની સીધી જ ફરિયાદ કરી શકાય તે માટે દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે. લોકો વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.