તમે હજુ દિલથી શિવસેના સાથે જ છો, આવો ચર્ચા કરીને ઉકેલ શોધીએ…ઉદ્ધવ ઠાકરેની બળવાખોર ધારાસભ્યોને ઇમોશન અપીલ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર બળવાખોરોને મનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. એમની તરફથી એક ભાવુક સંદેશો જાહેર કરવામાં આવ્યો છે. આ સંદેશમાં ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે વાતચીતથી સમાધાન શોધી શકાય છે. બળવાખોર ધારાસભ્યોએ ફકત ચર્ચા કરવાની જરૂર છે. સંદેશમાં તેઓ કહે છે કે પરિવારના પ્રમુખ હોવાના નાતે મને તમારી ચિંતા છે. તમને લોકોને થોડા દિવસથી ગુવાહાટીમાં કેદ કરીને રાખવામાં આવ્યા છે. તમામ લોકો વિશે રોજ નવી જાણકારી સામે આવે છે. તમારામાંથી કેટલાક લોકો મારા સંપર્કમાં છે. તમે લોકો દિલથી હજુ પણ શિવસેના સાથે છો. ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું હતું કે પ્રમુખ હોવાના નાતે હું એ જ કહી શકુ છું કે હજુ મોડું થયુ નથી. તમે લોકો મુંબઈ આવીને મારી સામે બેસો અને જે પણ કંઇ શંકા હોય તેને દૂર કરો. આપણે બધા એકસાથે બેસીને કોઇ રસ્તો કાઢીશું. શિવસેનાએ જે આદર અને સન્માન તમને આપ્યો છે તે બીજે કયાય નહીં મળે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.