વારંવાર મોબાઈલ ફોન ચેક કરવાની આદત છે? પહેલાં વાંચી લો…

148
The Econimic Times

થોડાક સમય પહેલાં સુધી રોટી, કપડાં ઔર મકાન એ જ માણસની જરૂર હતી, પણ હવે આજના સમયમાં આ જરૂરિયાત એક્સ્ટેન્ડ થઈ ગઈ છે અને તે રોટી, કપડાં, મકાન ઔર મોબાઈલ ફોન થઈ ગઈ છે. એક સમયે માત્ર કોલિંગ માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન્સ હવે આખા દિવસ દરમિયાન વિવિધ કામો માટે ઉપયોગમાં લેવાવા લાગ્યા છે. ઘરના કામકાજ ઉપરાંત ઓફિસના કામ માટે પણ આ સ્માર્ટ ફોન ખાસ ઉપયોગી સાબિત થાય છે. આપણા ઓફિસના કામો માટે પણ સ્માર્ટફોન ખુબ જરૂરી બની ગયા છે. એટલું જ નહીં પણ લોકો પોતાના પર્સનલ ડેટા પણ તેમાં સ્ટોર કરીને રાખે છે.
લોકો સ્માર્ટફોનમાં અનેક એવી એપ ઈન્સ્ટોલ કરી રાખે છે, જેમાં વારંવાર મોબાઈલ પર તેના નોટિફિકેશન, મેસેજ, ઈમેઈલ વગેરે આવતા રહે છે. આવામાં લોકો વારે ઘડીયે પોતાના મોબાઈલ પણ ચેક કરતા રહે છે. જો કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વારંવાર મોબાઈલ ફોનને ચેક કરવો કે જોવો એ આદત ઘાતક સાબિત થઈ શકે છે.
એક રિસર્ચ અનુસાર વારંવાર મોબાઈલ ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ વારંવાર સ્માર્ટફોન જોવાની આદત તણાવ પેદા કરી શકે છે. ફોનમાં સૌથી વધુ તણાવ મેસેજના કારણે થાય છે. દર 36 સેકન્ડમાં સરેરાશ લોકોના સ્માર્ટફોન પર કોઈને કોઈ પ્રકારના મેસેજનું નોટિફિકેશન આવે છે, જેને કારણે તણાવ વધે છે.
સ્વાસ્થ્ય માટે હાનિકારક- ડોક્ટર્સના જણાવ્યાં મુજબ તણાવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. અનેક કેસોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે માણસ તણાવમાં હોય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોનથી માણસનું હ્રદય ઝડપથી પંપ કરવા લાગે છે. તેનાથી શરીરમાં શુગરનું લેવલ પણ વધે છે.
એટલું જ નહીં રિપોર્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું છે કે તણાવના કારણે માણસની ઉંમર તો ઓછી થાય જ છે, પણ તેની સાથે સાથે જ ડાયાબિટિસ, હાર્ટ એટેક, અને ડિપ્રેશન જેવી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. રિપોર્ટ મુજબ જેવા આપણે આપણા ફોન વિશે વિચારીએ છીએ કે ટેન્શનનું લેવલ જલદીથી વધે છે. ફોનના મેસેજથી કોઈ છૂટેલા કામ, ખરાબ મેસેજ વગેરે વાંચીને આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે. ફોનની લતના કારણે ધીરે ધીરે આ તણાવ વધવા લાગે છે અને તણાવ વધવાને કારણે તેની સીધી અસર તમારા આરોગ્ય પર જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!