Homeપુરુષ"યોગ્ય માર્ગદર્શન વગરનાં ડાયેટિંગ અને યોગ... ફાયદા કરતાં નુકસાન વધુ !

“યોગ્ય માર્ગદર્શન વગરનાં ડાયેટિંગ અને યોગ… ફાયદા કરતાં નુકસાન વધુ !

યોગ સાધના – મનોજ જોષી ‘મન’

આજનાં વિષયમાં આપણે સ્વાસ્થ્યને ઉપયોગી વાતોની સાથે સાથે ગુજરાતી ભાષાની કેટલીક કહેવતો અને રૂઢિપ્રયોગો પણ ગુથતાં જઈશું.
આપણાંમાં એક કહેવત છે કે, ‘અજાણ્યાં અને આંધળા બેઉ સરખાં’ આ કહેવત ઘણીબધી બાબતોમાં લાગુ પડે છે.આજે જે વાત કરવાની છે એ બે વિષયો એટલે ‘ડાયેટિંગ’ અને હાલમાં જે નામ અપભ્રંશ થઈને ‘યોગા’ તરીકે ઓળખાય છે તે ’યોગ’.
આ બન્ને વિષયમાં પણ અજાણ્યાં લોકોની ઘૂસણખોરી ‘રાજાની કુંવરીની જેમ’ વધતી જાય છે. એટલે કે દિવસે ન વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે.
અજાણ્યું પાણી પીવાથી ડરતાં ને મિનરલ વોટર લઈને ફરતાં લોકો વોટ્સએપ યુનિવર્સિટીમાં વાંચી વાંચીને ડાયેટિંગ અને યોગનાં અનેક અજાણ્યાં (અને ઢંગધડા વગરનાં) પ્રયોગો પોતાની જાત પર કરતાં સહેજેય વિચાર નથી કરતાં. યોગા- યોગા કરીને ‘આંધળે બેરું કૂટતાં’, આસન-પ્રાણાયામ વગેરે ક્રિયાઓ પાછળ દોડતાં તમામ લોકો માટે ઘેરંડસંહિતાનું કથન એક લાલ બત્તી સમાન છે. ઘેરંડસંહિતાકાર સ્પષ્ટ લખે છે કે કોઈપણ યોગક્રિયાનો અભ્યાસ/ આચરણ કરતાં પૂર્વે જે તે વ્યક્તિએ મિતાહારનો અભ્યાસ /આચરણ કરવું ફરજીયાત છે. મિતાહાર વગરનો યોગાભ્યાસ અનેક રોગો કે મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે.
અહીં પાછો પ્રશ્ર્ન થાય કે મિતાહાર એટલે શું? હઠસંહિતા,ઘેરંડ.. વગેરે યોગનાં તમામ ઓથેન્ટિક ગ્રંથોએ એક અવાજે ‘મિતાહાર’ની વ્યાખ્યા સ્વિકારી છે તે મુજબ, સુસ્નિગ્ધ, સુખોષ્ણ, સ્વાદિષ્ટ આહાર હોજરીનાં ચાર સરખાં ભાગ કલ્પીને, બે ભાગ ઊપર મુજબનાં આહારથી ભરવા, એક ભાગ પાણીથી ભરવો અને એક ભાગ ખાલી રાખવો. આ ભોજનપદ્ધતિને મિતાહાર કહે છે. હવે આનાં સંદર્ભે ઘેરંડકારનું કથન તપાસીએ તો અત્યારે યોગા પાછળ દોડતાં કેટલાં લોકો આ પ્રમાણે મિતાહારનું પાલન કરે છે ?! એટલે એ વાત સહેલાઈથી સમજી શકાય એવી છે કે સમાજમાં અત્યારે યોગ અને નેચરોપથી ખૂબ મોટાં પ્રમાણમાં વ્યાપ્ત હોવાં છતાં તેનાં દ્વારા સમાજને જે લાભ થવો જોઈએ તે નથી થતો. ને ‘ખાટલે મોટી ખોડ’ એ છે કે વોટ્સએપિયા સિલેબસમાં અને કોઈ પ્રમાણિત ડિગ્રી વગર યોગ વિશેષજ્ઞની દુકાન ચલાવતાં લોકોને જ આ વાત ખબર નથી હોતી.
એટલે ‘કુવામાં હોય તો અવેડામાં આવે ’! એ કહેવત મુજબ સાચી માહિતી લોકો સુધી પહોંચતી જ નથી અને લોકોને યોગ કે જે આદર્શ સ્થિતિમાં અનુસરવામાં આવે તો તમામ રોગોમાં ફાયદાકારક નીવડે છે તેનો પૂરો ફાયદો લોકોને નથી મળતો ઊલટાનું ક્યારેક નુકસાનકારક પરિણામો મળે છે.
આવી ‘યોગ’ જેવી જ કથા ઘરની ખેતી જેવાં ડાયેટિંગની છે. બહુધા લોકો ડાયેટિંગનો એક જ અર્થ સમજે છે કે ખાવાનું ઓછું કરી દેવું એ જ ડાયેટિંગ ! પણ, ડાયેટિંગ માટે સાચો શબ્દ ડાયેટ પ્લાનિંગ છે… અને ડાયેટ પ્લાનિંગનો સંપૂર્ણ આધાર વ્યક્તિગત જીવનશૈલી મુજબ વ્યક્તિએ -વ્યક્તિએ જુદો જુદો હોય છે. કોઈપણ સ્વસ્થ વ્યક્તિ કે દર્દી માટે ડાયેટ પ્લાનિંગ કરવા માટે ખોરાકમાં કેટલાં પ્રકારનાં અને ક્યા ક્યા ઘટકદ્રવ્યો હોય છે? કાર્બોદિત પદાર્થો( કાર્બોહાઈડ્રેટ્સ) ચરબી(ફેટ), પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ, ટ્રેસ એલીમેન્ટ્સ, એન્ટી ઓક્સિડેન્ટ્સ વગેરેમાંથી કયું દ્રવ્ય કેટલી માત્રામાં હોવું જોઈએ? વધારે હોય તો શું આડઅસર થાય?ઓછું હોય તો ઊણપથી શું નુકસાન થાય, આ ઘટકદ્રવ્યોનાં પ્રાકૃતિક, કૃત્રિમ સોર્સ કયા કયા? સામિષ -નિરામિષ સોર્સ કયા કયા? તમારાં રોજિંદા આહારમાં શું વધારે હોય છે? શું ઓછું હોય છે? લાઈફ સ્ટાઈલ કેવી છે? કામનો પ્રકાર કેવો છે? ભોજન દિવસમાં કેટલી વાર, કયા સમયે લો છો? ઊંઘ બરાબર છે કે નહીં? પેટ બરાબર સાફ આવે છે કે નહીં? સાથે ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે એવા બીજા રોગો છે કે નહીં? આવા તો કેટલાંય મુદ્દાઓ વિચારીને તેને અનુરૂપ આહાર -વિહાર સૂચવવા જોઈએ.
આયુર્વેદ પણ આ બાબતમાં ખૂબ ઝીણું કાંતે છે. માત્ર એક જ ઉદાહરણથી વાત કરીએ તો ચરકસંહિતાકાર ‘યજ્ઞપુરુષીય અધ્યાય’માં કહે છે કે, મનુષ્યનાં ભોજનમાં મીઠો,ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો આ છ એ છ રસ હોવાં જોઈએ..
લમૃ ફલળફ્ર્રૂળલળજ્ઞ ડળેરૂૃઇંફળઞળપ્ર
ઊઇં ફલળફ્ર્રૂળલળજ્ઞ ડળેરૂૃલ્રઇંફળઞળપ્ર… ભોજનમાં તમામ રસોનો ઉપયોગ બળ વધારવામાં શ્રેષ્ઠ છે.
કોઈપણ એક રસ વધારે લેવો તે દુર્બલતાજનક છે.
આ બધાંથી આગળ એક ખૂબ મહત્ત્વની વાત કરતાં ઋષિ કહે છે કે,
ઇંબ ધળજ્ઞઘણપ અળફળજ્ઞક્ક્રૂઇંફળઞળપ….
અર્થાત્ યોગ્ય સમયે કરેલું ભોજન એ આરોગ્ય ટકાવી રાખનાર પરિબળોમાં શ્રેષ્ઠ છે. હવે વિચાર કરો ! આપણી અત્યારની જીવનશૈલીમાં ક્યાંય ભોજનનો યોગ્ય સમય જળવાય છે??
ટૂંકમાં કહીએ તો રિલ્સ કે ક્લિપ જોઈ જોઈને કે અયોગ્ય વ્યક્તિ પાસેથી આધારભૂત ન હોય એવી વાતો સાંભળીને ક્યારેય ડાયેટ પ્લાનિંગ કે યોગાભ્યાસ ન કરવો.

*સ્ટ્રેઈટ ડ્રાઈવ*
સમજ્યા વગરના કે યોગ્ય માર્ગદર્શન વગરના આહારનિયંત્રણ કે યોગાભ્યાસથી ‘બકરું કાઢતાં ઊંટ ન પેસી જાય’ એનું ધ્યાન રાખવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular