નવી દિલ્હીઃ જ્યારથી ગૂગલ આવ્યું છે ત્યારથી લોકોનું ઘણુ કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશેની માહિતી શોધવી હોય તો પણ અડધી રાતે પણ આપણને ગૂગલ જ યાદ આવે. દરરોજ કરોડો-અબજો લોકો ગૂગલ પર સર્ચ કરે છે, પણ જ્યારે એક જ સમયે એક જ વસ્તુ આખી દુનિયા સર્ચ કરવા લાગે તો… આવું બન્યું રવિવારની સાંજે. જ્યારે આખી દુનિયા ફિફા વર્લ્ડકપ 2022 વિશે સર્ચ કરી રહી હતી અને ખુદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. પિચાઈએ ટ્વીટમાં એવું પણ જણાવ્યું છે કે ફિફા વર્લ્ડકપ 2022ના ફાઈનલ્સ દરમિયાન સર્ચે છેલ્લાં અઢી દાયકાના રેકોર્ડ તોડી નાખ્યો છે. આ દરિમયાન સૌથી વધુ ટ્રાફિક નોંધાયો છે. રવિવારની આ મેચ આટલી બધી રોમાંચક બની એનું શ્રેય આર્જેન્ટિનાના પ્લેયર મેસીને પણ જાય છે.
Search recorded its highest ever traffic in 25 years during the final of #FIFAWorldCup , it was like the entire world was searching about one thing!
— Sundar Pichai (@sundarpichai) December 19, 2022