Homeફિલ્મી ફંડાહા, તે મારા કારણે સ્ટાર બની; જ્યારે જૂહીના આ નિવેદને બધાને ચોંકાવી...

હા, તે મારા કારણે સ્ટાર બની; જ્યારે જૂહીના આ નિવેદને બધાને ચોંકાવી દીધા હતા

નેવુંના દાયકામાં પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતનારી લોકપ્રિય અભિનેત્રી જુહી ચાવલા આજે 13 નવેમ્બરે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે. જુહીએ ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. એક પછી એક હિટ ફિલ્મો આપનાર જૂહી સાથે કામ કરવા માટે એક સમયે દિગ્દર્શકો અને નિર્માતાઓ કતારમાં ઉભા રહેતા હતા, પરંતુ જુહીએ એવી ફિલ્મોને ઠુકરાવી દીધી જે બ્લોકબસ્ટર બની હતી.
જુહીએ 1984માં ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. તેણે 1986માં આવેલી ફિલ્મ ‘સલ્તનત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જુહીએ તેની લોકપ્રિયતાના સમયગાળા દરમિયાન ‘રાજા હિન્દુસ્તાની’ને પણ નકારી કાઢી હતી. આ ફિલ્મમાં જ કરિશ્મા કપૂર દેખાઈ અને ફિલ્મ સુપરહિટ થઈ. આ ફિલ્મે કરિશ્માને સ્ટાર બનાવી દીધી. જુહીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું , ‘એ સમયે હું અભિમાનમાં રાચતી હતી. મને લાગતું હતું કે જો હું કામ નહીં કરું તો આ ઈન્ડસ્ટ્રી બંધ થઈ જશે. મને ઘણી ક્વોલિટી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી પરંતુ મારો અહંકાર અને મારો જિદ્દી સ્વભાવ આડે આવ્યો.’
જૂહીએ આગળ કહ્યું, ‘ મેં અમુક ફિલ્મો એટલા માટે નથી કરી કારણ કે મને સરળ કામ જોઈતું હતું. હું એવા લોકો સાથે કામ કરવા માંગતી હતી, જેમની સાથે હું આરામદાયક અને ખુલ્લા મને રહી શકું. આનાથી આગળ મેં કંઈ કરવાનો પ્રયાસ કર્યો નથી. મેં ‘રાજા હિન્દુસ્તાની’ અને ‘દિલ તો પાગલ હૈં’ જેવી ફિલ્મોને નકારી કાઢી અને આ ફિલ્મોએ કરિશ્મા કપૂરને સ્ટાર બનાવી દીધી. બાય ધ વે, તે મારા કારણે સ્ટાર બની ગઈ.’ ખરેખર તો હું કરિશ્માની લોકપ્રિયતા માટે જવાબદાર છું,” એમ જુહીએ મજાક કરી હતી.

 

RELATED ARTICLES

Most Popular