હા EDને કારણે આ સરકાર બની છે…જાણો શા માટે દેવેન્દ્ર ફડણવીસે આમ કહ્યું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

આજે શિંદે સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી મેળવી છે. સરકારને164 વિધાનસભ્યનું સમર્થન મળ્યું છે. બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પાછળ કેટલાક સભ્યો ઇડી ઇડી ચિલ્લાવી રહ્યા હતા. એ લોકો સાચુ કહી રહ્યા હતા. ઇ એટલે એકનાથ શિંદે અને ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. ફડણવીસે કહ્યું હતું કે જે સભ્યોએ બહાર રહીને વિશ્વાસ મત પાસ કરવામાં બહારથી મદદ કરી તેમનો હું અપ્રત્યક્ષ રીતે આભાર માનુ છું.

મુખ્યપ્રધાન એકનાથ શિંદેની પ્રશંસા કરતા ફડણવીસે કહ્યું હતું કે એકનાથ શિંદે કટ્ટર શિવસૈનિક છે. એમના પર બાળાસાહેબ અને આનંદ દિઘેના વિચારોનો પ્રભાવ છે. જેમના કર્મ મહાન હોય છે તેમના માટે પદ મહત્વપૂર્ણ રહેતુ નથી. ઉલટાનું પદ તેમનો પીછો કરે છે. શિદે સાહેબે આજે શિવસેનાના શાખા પ્રમુખથી લઇને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સુધીની સફર ખેડી છે. શિંદે સાહેબ એટલું કામ કરે છે કે તેઓ ઉંઘે કયારે છે એ ખબર જ પડતી નથી. લોકો 24/7 કામ કરે છે. તેઓ 72 કલાક બાદ ઉંઘવા જાય છે. સતત ત્રણ-ત્રણ દિવસ સુધી મેં તેમને કામ કરતા જોયા છે. હું વચન આપુ છું કે આગળ પણ હું અને એકનાથ શિંદે જનતા માટે 24 કલાક ઉપલબ્ધ રહીશું.

ફડણવીસે આગળ કહ્યું હતું કે મેં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકાર વધુ સમય માટે ટકશે નહીં. મેં એક કવિતા કહી હતી કે ‘હું ફરી આવીશ’. લોકોએ એ સમયે મારી મજાક ઉડાવી હતી. જૂઓ હું આવી ગયો. શિંદે સાહેબને સાથે લઇને. મને મારા નેતૃત્વ પર સંપૂર્ણ ભરોસો છે. જો તેઓ મને ઘરે બેસવાનુ કહેત તો પણ તે મને સ્વીકાર હતું. હું વિશ્વાસ અપાવુ છું કે અગાઉની સરાકરના નિર્ણયોને અમે ખોટી ભાવનાથી જોઇશુ નહીં, જો તે નિર્ણય યોગ્ય હશે તો અમે તેને કેબિનેટમાં પાસ કરીશું અને કામને આગળ વધારીશું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.