સેવન સ્પ્રિંગ્સ વોટરફોલમાં યે દિલ માંગ્ો મોર…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

રોડોસનો પ્લાન બનાવતી વખત્ો ત્યાંના દરિયા અન્ો રિસોર્ટ સિવાયનાં ઘણાં બધાં પાસાં જોવા મળશે ત્ો ધાર્યું ન હતું. એમ હતું કે ક્યાંક ઓલિવ ઓઇલ લેવા જઈશું, થોડીક હાઈક કરીશું, એકાદું લિન્ડોસ જેવું ઓલ્ડ ટાઉન જોઈને પાછાં આવી જઇશું, પણ અંત્ો એક વાર ફરવાનું ચાલુ કર્યું પછી જાણે શક્ય એટલી બધી જગ્યાએ કમસ્ો કમ ડેલે હાથ દઈ આવવાની ઇચ્છા તો થઈ જ આવતી હતી. સિયાનાથી નીકળીન્ો અમે વધુ લાંબું જવાન્ો બદલે રિસોર્ટનર રસ્ત્ો આવતો એક વોટરફોલ જોવા પર પસંદગી ઉતારી. આ વોટરફોલ સુધી જવામાં કાગળનો નકશો તો અમન્ો અત્યંત લાંબી ટાપુની પરિક્રમા કરાવતો હતો, પણ અમે હવે બ્ો કલાકમાં તો રિસોર્ટ સુધી પહોંચવા ત્ૌયાર હતાં. એવામાં ફોનની બ્ોટરી બચાવવાનો કોઈ અર્થ ન હતો, એટલે એકસાથે ત્રણ જીપીએસ ચાલુ થયાં અન્ો સૌથી ટૂંકા રસ્ત્ો અમે સ્ોવન સ્પ્રિંગ્સ વોટરફોલ તરફ નીકળી પડ્યાં. ત્ોના માટે અમારે થોડો સમય દરિયાથી દૂર જવું પડ્યું, અન્ો અમન્ો ખબર ન હતી કે આ વોટરફોલન્ો દરિયા કે પહાડ સાથે કોઈ લેવાદેવા નથી.
એપ્ટા પીજે ગામમાં આવેલા સ્ોવન ર્સ્પ્રિંગ્સ વોટરફોલ પર બ્ો કલાકમાં એન્ટ્રી બંધ થતી હતી. હવે ત્યાં મુખ્ય જોવાલાયક સ્થળ સુધી પહોંચવામાં કેટલી વાર લાગશે ત્ો ખબર ન હતી. અમે એક વાર તો ત્યાં મુખ્ય પાર્કિંગ સુધી પહોંચી જ ગયાં. જોકે, ઘણાં રોડ ટ્રિપવાળાં લોકો હજી અમારી સાથે જ ત્યાં પહોંચી રહૃાાં હતાં, એટલે અમન્ો પ્રવેશ કરવામાં તો કોઈ તકલીફ પડવાની ન હતી. પાર્કિંગથી બહાર નીકળીન્ો એક ટિકિટ વિન્ડોની સિરીઝની બીજી તરફ એક નાનકડી હાઇક ચાલુ થતી હતી. આ હાઇક સુધી પહોંચવામાં અમન્ો એટલી વાર લાગી કે એક વાર તો લાગ્યું કે આ વોટરફોલ આસપાસનો પાર્ક ક્યાંક બંધ ન થઈ જાય. આ વાર લાગવામાં કોઈ લાંબી લાઇન કે મુલાકાતીઓની ભીડ જવાબદાર ન હતી.
અમન્ો વાર લાગી, કારણ કે ત્યાં બહાર એક નાનકડા બગીચામાં તારની વાડની બીજી તરફ આશરે વીસ્ોક જેટલા મોર હતા. આ કોઈ વાઇલ્ડ લાઇફ પાર્ક ન હતો. અન્ો અહીં મોર જોવા મળશે ત્ોની ઇન્ટરન્ોટ કે ગાઇડ બુકે અમન્ો જરાય હિન્ટ નહોતી આપી. બસ મોટી સંખ્યામાં મોર જાણે આવીન્ો ત્યાં કોઈ જાતનો શો પરફોર્મ કરી રહ્યા હતા. અડધાથી વધારે મોર કળા કરીન્ો નાચી રહૃાા હતા. થોડી ઢેલ પણ આંટા મારી રહી હતી. વસંતમાં કદાચ મેટિંગ સીઝન હોય તો નવાઈ નહિ. અમે અન્ો પાછળ આવી રહેલું બીજું એક ફેમિલી ફોન પર વીડિયો લેવામાં અન્ો ફોટા પાડવામાં મશગ્ાૂલ હતાં. એવામાં એક મોર તો તારની વાડ કૂદીન્ો અમારી તરફ જ આવી ગયો. હવે મોર અટેક કરે કે નહીં ત્ોની ચર્ચા થવા લાગી. આવી રીત્ો જિંદગીમાં કોઈ દિવસ મોર જોયા ન હતા એ નક્કી હતું. અન્ો અહીં આવી રીત્ો મોર જોવા મળી જશે એની તો કલ્પના પણ નહોતી કરી. હવે વોટરફોલ ગમે ત્ોટલો ભવ્ય હોય, ત્ોના માટે તો અમે ત્યાં પહોંચેલાં. મોર તો નફામાં જોવા મળી રહૃાા હતા. સ્વાભાવિક છે, એ ઘડીથી આ વિઝિટની હાઇલાઇટ મોર બની ગયા હતા.
ઘડિયાળ જોતાં અમે મુશ્કેલીથી મોર પરથી નજર હટાવી ટિકિટ વિન્ડો પાર કરીન્ો વોટરફોલની ટનલ પાસ્ો પહોંચ્યાં. બાકીના રોડોસની માફક ત્ો સમયે હજી અહીં પણ ટૂરિઝમ ખાતાએ ટિકિટબારી પરનાં માણસો ગોઠવેલાં નહીં. અમે તો એમ જ અંદર પહોંચી ગયાં. અહીં એક નાનકડી ટનલ છે. આશરે ૧૦૦ મિટર લાંબી આ ટનલમાં જૂતાં કાઢીન્ો, દિવસ્ો પણ રાત જેવા અંધારાવાળી ટનલમાં થઈન્ો બીજે પાર નદી સાથે ચાલીન્ો વોટરફોલ સુધી પહોંચવા મળે છે. અમે તો બહાદુર થઈન્ો ગીતો ગાતાં અન્ો સીટીઓ વગાડતાં ત્યાંથી મજાથી પાર પડી ગયાં, પણ વિચારવા જેવી વાત એ છે કે અહીં જો એક વાર ઘૂસી ગયાં, પછી પાર ગયા વિના છૂટકો નથી. અંદર ક્લોસ્ટ્રોફોબિક ફિલ થાય, ગ્ાૂંગણામણ થાય, તો પાછાં જવાનો કોઈ રસ્તો નથી. ટનલ એટલી પાતળી છે કે પાછળ આવનારાં લોકો કોઈન્ો રસ્તો આપી ન શકે. જો કોઈન્ો પાછાં જવું હોય તો પાછળ આવનાર બધાંન્ો વળતા પગ્ો પાછાં જવું પડે.
આ ટનલન્ો ટનલ નહીં બંકર જ કહેવું જોઇએ. જોકે, અમારી આગળ પાછળ આવનારાંઓમાં ઘણાં બાળકો પણ હતાં. કોઈન્ો ડર લાગ્યો હોય ત્ોવું લાગ્યું નહીં. ઊલટું ટનલ જરા વધુ પડતી જલદી પ્ાૂરી થઈ ગઈ હોય ત્ોવું લાગ્યું. અમન્ો એમ કે વળતાં પણ ટનલનો આનંદ લેવા મળશે, પણ રિટર્ન રૂટમાં તો એક સીધી ન્ો સટ કેડી જ પાર્કિંગ સુધી જાય છે. ટનલમાં હાથમાં જૂતા લઈન્ો અમે જલસા કરી આવ્યાં. પછી વોટરફોલ તરફ કૂચ આગળ ચલાવી. અહીં બીજા ઘણા ટચૂકડા વોટરફોલ્સ છે. અમે ત્ોનો સૌથી મોટો ફોલ જોઈન્ો પાછાં જવાનાં હતાં. ખાસ તો એટલા માટે કે પાર્ક બંધ થતો હતો. અહીં કોઈ ચોકીદાર કે ટિકિટ ચેકર તો હતો નહીં. અમન્ો એક વાર ટનલમાં ફરી આંટો મારવાની ઇચ્છા થઈ આવી. જોકે, પાછળથી કોઈ ટનલનો દરવાજો બંધ કરી દે ત્ોના ડરમાં અમે એમ કર્યું નહીં. જોકે, વોટર ફોલ જોવા આવ્યાં હતાં, અન્ો અત્યાર સુધીમાં મજા તો મોર અન્ો ટનલમાં જ આવી હતી. વોટરફોલ પહોંચ્યા પછી લાગ્યું કે ત્ો વાસ્તવિક રૂપમાં હતો ત્ોના કરતાં ફોટામાં વધુ ભવ્ય લાગતો હતો. અમે પણ ત્ોના ફોટા પાડ્યાં તો માનવામાં નહોતું આવતું કે આ જગ્યા નરી આંખે સાવ સાધારણ લાગતી હતી. ફોટા પાડ્યા પછી ત્યાં વધુ રોકાવાનો મતલબ ન હતો. પાર્કિંગ તો થોડી જ વારમાં આવી ગયું. અહીં હજી પ્ોલા મોર તો રખડી જ રહૃાા હતા. મોર ક્યારેક સાંભળવા કે જોવા મળી જતો તો મજા પડી જતી. મોરપંખન્ો બ્ાૂકમાર્ક તરીકે રાખવા માટે કે ડેકોરેશનમાં રાખવા માટેની પણ અલગ મજા હતી. ભારતના રાષ્ટ્રીય પક્ષીઓ વચ્ચે ગ્રીસમાં સમય વિતાવવાનો આવો અનોખો મોકો ફરી ક્યાં મળવાનો હતો. પાર્ક બંધ થયા પછી પણ મોર તો પાર્કિંગમાં જ રખડતા હતા. હવે અમે ત્ોમની રજા લીધી અન્ો સાઉથ રોડોસના રિસોર્ટ બહારના દિવસનો એક્ઝોટિક અંત આવ્યો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.