યતિ નરસિમ્હાનંદે ફરી ઝેર ઓક્યું કહ્યું ‘મદરેસાઓ અને AMUને બોમ્બથી ઉડાવી દેવા જોઈએ’

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વિવાદિત નિવેદન આપવા પંકાયેલા મહામંડલેશ્વર સ્વામી યતિ નરસિંહાનંદે યુપીના અલીગઢમાં ફરી એક ખાસ ધર્મ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. યતિ નરસિમ્હાનંદ અલીગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા જ્યાં મીડિયા સાથે વાત કરતા તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) અને મદરેસાઓને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરી હતી. આ નિવેદનબાદ કાર્યક્રમના આયોજક હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજા શકુન પાંડે, રાષ્ટ્રીય પ્રવક્તા અશોક પાંડે વિરુદ્ધ ગાંધી પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

યુપીમાં મદરેસાઓના સર્વેક્ષણ અંગે તેમને પૂછવામાં આવ્યું તો સ્વામી યતિ નરસિમ્હાનંદે કહ્યું કે ચીનની જેમ મદરેસાના તમામ વિદ્યાર્થીઓને ડિટેન્શન કેમ્પમાં મોકલવા જોઈએ. જ્યાંથી કુરાન નામના વાયરસને તેમના મગજમાંથી દૂર કરી શકાય છે. આખી દુનિયા ઇસ્લામને જાણે છે. AMU ઇસ્લામનો સૌથી મોટો ગઢ છે. અહીંથી જ ભારતના ભાગલાનો પાયો નાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે મદરેસાની અને AMUને પણ બારૂદથી ઉડાવી દેવી જોઈએ અને તેમાં રહેતા તમામ લોકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલીને તેમના મગજની સારવાર કરવી જોઈએ અને તેમની ઈમારતને બોમ્બથી તોડી પાડવી જોઈએ.

“>

 

જ્ઞાનવાપી મસ્જિદના પ્રશ્ન પર તેમણે કહ્યું કે હિન્દુ સમાજ જાગૃત થઇ ગયો છે. ટૂંક સમયમાં મદિર હિન્દુ સમાજને પાછું મળી જશે. તેમણે કહ્યું કે હવે મક્કેશ્વર મહાદેવ પર મહેનત કરવી જોઈએ. મક્કેશ્વર મહાદેવ પણ આપણી પાસે આવ્યા. આ માટે વ્યક્તિએ પોતાનું આખું જીવન આપી દેવું જોઈએ. માત્ર જ્ઞાનવાપીથી શું થશે? આપણને મક્કેશ્વર મહાદેવ જોઈએ છે. આખી દુનિયામાં જ્યાં પણ મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી છે. એ બધી જગ્યાઓ આપણી પાસે પાછી આવવી જોઈએ. એ જ ધર્મ છે. આ માનવતા છે. આ માટે જે કંઈ પણ કરવાની જરૂર પડે એ કરવું જોઈએ.

લખીમપુર ખેરીની ઘટના અંગે તેમણે કહ્યું હતું કે આ ફક્ત એક ગુનો નથી, પરંતુ ઈસ્લામનો જેહાદ છે. આ ઘટના જેહાદીઓ દ્વારા કરવામાં આવી છે, જેઓ છેલ્લા ચૌદસો વર્ષથી આપણી બહેનો અને દીકરીઓને શિકાર બનાવી રહ્યા છે. ત્યાં જેહાદ થયો છે, પહેલા જેહાદને સમજો અને જેહાદને ખતમ કરો. તો જ માનવતા સુરક્ષિત રહેશે. નહીં તો જેહાદ બધાને ખતમ કરી દેશે. લખીમપુરની ઘટનાની જેમ આ ઘટના દરેક હિન્દુ દીકરી સાથે બની શકે છે.

આ નિવેદન બાદ યતિ નરસિમ્હાનંદના સામે નોંધવામાં આવ્યો છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે અમે સાચું બોલીએ છીએ તેથી કેસ નોંધાય છે.

નોંધનીય છે કે યતિ નરસિમ્હાનંદ પર આના પહેલા પણ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ જાહેરમાં ભાષણ આપવા બદલ કેસ નોંધાયા છે. તેઓ સતત કોમી સૌહાર્દને ડહોળવા જાહેર વક્તવ્યો આપતા રહે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તેઓ મુસ્લિમ સમુદાયના નરસંહારની હાકલ કરતા પણ જોવા મળ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.