યાસીન મલિકે જ કર્યું હતું j&kના Ex-CMની દીકરીનું અપહરણ, રૂબિયાએ કોર્ટમાં ઓળખ કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદની દિકરી રુબિયા સઈદનું અપહરણ ભાગલાવાદી નેતા યાસીન મલિકે કર્યું હતું. રુબિયા શુક્રવારે CBIની સ્પેશિયલ કોર્ટ સામે હાજર થઈ હતી અને શુક્રવારે સ્પેશિયલ કોર્ટની સામે નિવેદન આપતા તેણે યાસીન મલિક સહિત ત્રણ આતંકીઓની ઓળખ કરી હતી, જેમણે તેનું અપહરણ કર્યું હતું.
રુબિયાને આ કેસમાં કોર્ટમાં પહેલી વાર રજૂ કરવામાં આવી હતી. રુબિયા સઈદ હાલ તમિલનાડુમાં રહે છે. રુબિયાનું અપહરણ 8 ડિસેમ્બર 1989માં થયું હતું. તેને છોડાવવા માટે 13 ડિસેમ્બરે સરકારે 5 આતંકીઓને છોડવા પડ્યા હતા. તે સમયે મુફ્તી મોહમ્મદ સઈદ ભારતના ગૃહમંત્રી હતા. CBIએ 1990ની શરૂઆતમાં આ કેસની તપાસ શરૂ કરી હતી.
રુબિયા પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીના બહેન છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સુનાવણીની આગલી તારીખ 23 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે અને તે સમયે પણ રુબિયા પણ હાજર રહેશે. યાસિન મલિકે ક્રોસ એક્ઝામિનેશન માટે પોતાને પર્સનલી જમ્મુ લાવવાની માંગણી કરી છે. જોકે યાસીનને જમ્મુ લાવવામાં આવશે કે નહીં તે વિશે હજુ કોઈ માહિતી મળી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.