Presidential Election: રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિન્હાએ નોંધાવી ઉમેદવારી, રાહુલ- શરદ પવાર સહિતના નેતાઓ રહ્યા હાજર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ સોમવારે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના વડા શરદ પવાર સહિત વરિષ્ઠ વિપક્ષી નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિપક્ષે આ દરમિયાન પોતાના શક્તિ પ્રદર્શનનો પૂરો પ્રયાસ કર્યો હતો.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ સત્તાવાર રીતે યશવંત સિંહાને સમર્થન જાહેર કર્યું હતું અને નામાંકન ફાઈલ કરતી વખતે પક્ષના વરિષ્ઠ નેતા અને તેલંગાણાના મંત્રી કેટી રામારાવ પણ હાજર હતા. જ્યારે સિન્હાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન ભર્યું ત્યારે તેમની સાથે આવેલા લોકોમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસીના નેતાઓ અભિષેક બેનર્જી અને સૌગતા રોય, ડાબેરી નેતા સીતારામ યેચુરી અને ડી રાજા, ડીએમકેના એ રાજા અને તિરુચી સિવા, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, આરજેડીના નેતા મીસા ભારતી અને વીસીકેના થોલ તિરુમાવલવાન પણ સામેલ હતા.
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ હજુ નક્કી કરવાનું બાકી છે કે યશવંત સિન્હા અથવા શાસક એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુમાંથી કોને સમર્થન આપવું. AAPએ પણ હજી સુધી કોઇ નિર્ણય જણાવ્યો નથી.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યૂપીએની પાસે સંખ્યા ઓછી છે, પરંતુ વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યાં છે કે તેના ઉમેદવારને નજરઅંદાજ કરવામાં આવે નહીં. નોંધનીય છે કે એનડીએ શરૂઆતથી મજબૂત છે. વોટની સંખ્યાના આધાર પર નજર કરીએ તો એનડીએની પાસે કુલ મળીને 5.26 લાખ મત છે, જે કુલ મતના લગભગ 49 ટકા છે. તો એનડીએએ જીત મેળવવા માટે માત્ર એક ટકા મતની જરૂર છે. તો બીજેડી, બસપા અને વાઈએસઆર કોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવાની જાહેરાત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.