નવી દિલ્હી: સરકારે પહેલી એપ્રિલે અમલમાં આવે તે રીતે એક્સ-રે મશીન અને નૉન પોર્ટેબલ એક્સ-રે જનરેટરની આયાત પરની કસ્ટમ ડ્યૂટીમાં પંદર ટકાનો વધારો કર્યો છે, જેને કારણે એક્સ-રે મશીન હવે મોંઘાં થશે.
હાલને તબક્કે એક્સ-રે મશીન અને નૉન પોર્ટેબલ એક્સ-રે જનરેટરની આયાત પર ૧૦ ટકા કસ્ટમ ડ્યૂટી વસૂલવામાં આવે છે.
નાણાકીય ખરડા ૨૦૨૩માં કરવામાં આવેલા સુધારાના ભાગરૂપ કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ નાણાકીય ખરડાને
શુક્રવારે લોકસભામાં મંજૂરી આપવામાં આવી
હતી. દરમિયાન, એએમઆરજી ઍન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને કહ્યું હતું કે આ નિર્ણયનો આશય ભારતમાં ઉત્પાદન ક્ષેત્ર આડેના અવરોધો દૂર કરવાનો છે.
આ નિર્ણય આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને ‘મૅક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)