મુંબઈઃ રેલવે મંત્રાલયના અમૃત ભારત સ્ટેસન યોજના અંતર્ગત દેશના અનેક રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે, જેમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે અને એ માટે રૂપિયા 850 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના કાયાપલટના કામ માટે એપ્રિલ મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
રેલવે મંત્રાલયની અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના 1,275 સ્ટેશનની કાયાપટલ કરવામાં આવશે, જેમાં મધ્ય રેલવેના 15 અને પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગના 12 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. વિશેષ એટલે આ વખતે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે બજેટમાં રૂપિયા 850 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાની યોજના તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે અને એ માટે એપ્રિલ મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે, એવી માહિતી પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના અંધેરી, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, ચર્ની રોડ, દાદર, ગ્રાન્ટ રોડ, જોગેશ્વરી, લોઅર પરેલ, મલાડ, પ્રભાદેવી, મરીન લાઈન્સ અને મુંબઈ સેન્ટ્રલની કાયાપલટ કરવામાં આવશે અને રૂફ પ્લાઝાની સુવિધા આપવામાં આવશે, જેમાં સ્ટોલ અને બેસવા માટે સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવશે. સ્ટેશનના પ્રવેશ દ્વારની લંબાઈ-પહોળાઈ વધારવા, સ્ટેશનની વ્યૂઈંગ ગેલેરી, પ્લેટફોર્મના છાપરા, ડ્રેનેજ સિસ્ટમમાં ફેરફાર કરવા જેવા વિવિધ કામો કરવામાં આવશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1,275 રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે, એટલે પ્રવાસીઓને વધારે સારી સુવિધા અને પ્રવાસનો અનુભવ મળશે. ટૂંક સમયમાં જ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ કાજ હાથ ધરવામાં આવશે, એવી માહિતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના આ રેલવે સ્ટેશનોની થશે કાયાપલટ, જોઈ લો તમારા સ્ટેશનનું નામ છે કે નહીં?
RELATED ARTICLES