મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં અંધેરી સ્થિત ગોખલે બ્રિજના ડિમોલિશન માટે આવતીકાલ રાતથી 24 જાન્યુઆરીના રાતના 12.15 વાગ્યાથી વહેલી સવારના 4.45 વાગ્યા સુધી અપ સ્લો લાઈનમાં 4.30 કલાકના મેજર બ્લોક રહેશે, તેનાથી લોકલ ટ્રેનસેવા પર અસર રહેશે, પરિણામે આ દિવસના રાતના બ્લોકને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.
બ્લોક દરમિયાન પ્લેટફોર્મ ઉપલબ્ધ નહીં હોવાને કારણે રામમંદિર સ્ટેશને હોલ્ટ આપવામાં આવશે નહીં. ઉપરાંત, બ્લોક દરમિયાન ગોરેગાંવ-સાંતાક્રુઝની વચ્ચે ફાસ્ટ લાઈનમાં આ પ્રમાણેની ટ્રેનોને દોડાવાશે, જ્યારે વિલેપાર્લેમાં ડબલ હોલ્ટ આપવામાં આવશે, જેમાં વિરારથી રાતના 11.30 વાગ્યાની વિરાર-ચર્ચગેટ, બોરીવલીથી રાતના 12.10 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ, વિરારથી રાતના 11.49 વાગ્યાની વિરાર-ચર્ચગેટ લોકલ, 12.30 બોરીવલી-ચર્ચગેટ, વિરારતી રાતના 12.05 વાગ્યાની વિરાર-ચર્ચગેટ લોકલ, વિરારથી સવારના 3.25 વાગ્યાની વિરાર-ચર્ચગેટ, બોરીવલીથી સવારના 4.05, 4.10, 4.15, 4.20 અને 4.25 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિરારથી રાતના 11.40 વાગ્યાની વિરાર વીઆર911016 અને અંધેરીથી રાતના 12.46 વાગ્યાની ભાયંદર એમ બંને દિશાની ટ્રેન ગોરેગાંવ-અંધેરી વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવાશે, જે રામ મંદિરમાં હોલ્ટ રહેશે નહીં. અંધેરીથી સવારના 4.25 વાગ્યાની વિરાર ટ્રેન અંધેરીથી ગોરેગાંવ સુધી ડાઉન ફાસ્ટ લાઈનમાં દોડાવાશે, જે જોગેશ્વરી અને રામમંદિર સ્ટેશનમાં હોલ્ટ રહેશે નહીં. અંધેરીથી સવારના 4.40 વાગ્યાની વિરાર ટ્રેન બ્લોક પૂરો થાય ત્યાં સુધી ફાસ્ટ લાઈનમાં દોડાવાશે, જ્યારે અંધેરી અને બોરીવલી સ્ટેશનની વચ્ચે હોલ્ટ રહેશે નહીં. આ ઉપરાંત, બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ (22923), બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી (22965) અને બાંદ્રા ટર્મિનસ-ભુસાવળ ખાનદેશ (19003) ટ્રેન સાંતાક્રુઝ બોરીવલી વચ્ચે પાંચમી લાઈનમાં દોડાવાશે, જ્યારે બોરીવલીમાં છ નંબરના બદલે આઠ નંબર પરથી રવાના કરવામાં આવશે, એમ અહેવાલમાં જણાવ્યું હતું.