WPLની ફાઇનલમાં દિલ્લી કેપીટલને હરાવી મુંબઇ ઇન્ડિયન્સે જીતનો તાજ પહેર્યો હતો. WPLની આ ફાઇનલ અંત સુધી રોમાંચક રહી હતી. દિલ્લી અને મુંબઇના ફેન્સ હાથ જોડીને ભગવવાને પોતાની મનગમતી ટીમને જીતાડવાની પ્રાર્થના કરી રહ્યાં હતા. અને અંતે મુંબઇએ બાજી મારી હતી. જોકે આ મેચ દરમિયાન ફૂલટોસ પર શેફાલી વર્માનું આઉટ થવું અને નો બોલને લઇને વિવાદ થયો હતો. આ વિવાદ ગ્રાઉન્ડ પૂરતો સિમિત રહ્યો નથી. અમ્પાયરના નિર્ણયને કારણે રોષે ભરાયેલા દિલ્લીના ફેન્સે ટ્વીટરના માધ્યમથી ગુસ્સો જાહેર કર્યો હતો.
દિલ્લી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ WPLની ફાઇનલમાં આમને સામને હતી. રવિવારે 26 માર્ચના રોજ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમાં મેચની શરુઆત તોફીની અંદાજમાં થઇ હતી. ઇસ્સી વોંગે મુંબઇને બીજી ઓવરમાં જ બે સફળ વિકેટ અપાવી હતી. તેમણે શેફાલી વર્મા અને એલિસી કેપ્સીને આઉટ કરી હતી. શેફાલીની વિકેટના પગલે ગ્રાઉન્ડમાં લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો.
વાત એમ છે કે બીજી ઓવરના ત્રીજા બોલમાં શેફાલીએ એમેલિયા કેરને કેચ આપી દીધો. ઇસ્સી વોંગના બોલ પર જ્યારે અમ્પાયરે આઉટનું ડિસીજન આપ્યું ત્યારે બીજા છેડે ઊભેલી દિલ્લી કેપિટલ્સના કેપ્ટન મેગ લેનિંગ હેરાન રહી ગયા હતા. તેમણે અમ્પાયર પાસે નો બોલની માંગણી કરી. લાગી રહ્યું હતું કે બોલ શેફાલીની કમરથી ઉપર હતો. રિપ્લેમાં જ્યારે બતાવાયું ત્યારે બોલની લાઇન વિકેટની ઉપર હતી. તેથી ફે્ન્સને લાગ્યું કે આ નો બોલ છે. જોકે થર્ડ અમ્પાયરને એવું ન લાગતા તેમણે શેફાલી માટે આઉટનું ડિસીજન આપ્યું હતું.
આ નિર્ણયને કારણે દિલ્લીની કેપ્ટન લેનિંગ ખૂબ નિરાશ થઇ ગયા હતા. એમણે થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ પણ લાંબા સમય સુધી ગ્રાઉન્ડ અમ્પાયર સાથે ચર્ચા કરી હતી. જોકે અમ્પાયરના નિર્ણયને કારણે શેફાલીને પેવેલિયન પાછા જવું પડ્યું. અમ્પાયરના આ નિર્ણય બાદ દિલ્લી કેપિટલ્સના ફેન્સ ભડકી ગયા હતા. દિલ્લીના ફેન્સે ટ્વીટર મારફતે પોતાની ભડાસ કાઢી હતી.
ટ્વીટર પર દિલ્લીના ફેન્સે મુંબઇની તરફેણ થઇ રહી છે, દિલ્લી સાથે અન્યાય થઇ રહ્યો છે. વગેરે વગેરે જેવી અનેક વાતો લખી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વોંગે દિલ્લીના એલિસ કેપ્સીને પણ ફૂલટોસ પર આઉટ કરી હતી. કેપ્સી માટે પણ ગ્રાઉન્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરનો સહારો લીધો હતો. જોકે રિપ્લેમાં સાફ દેખાઇ રહ્યું હતું કે બોલની ઉંચાઇ કેપ્સીની કરમથી ઘણી નીચી હતી. આખરે સરસ બોલીંગ અને કમાલની બેટીંગ બાદ મુંબઇ ઇન્ડિયન્સની ટીમે WPL ની ટ્રોફી પર પોતાનું નામ અંકીત કર્યું હતું.