વુમન્સ પ્રીમિયર લીગ 2023ની ઐતિહાસિક લિલામી ગઈકાલે પાર પાડવામાં આવી અને આ લિલામીમાં વિવિધ ટીમોએ અનેક ઈન્ડિયન વુમન ક્રિકેટરોને કરોડો રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કરી લીધી હતી. હવે આ ડબ્લ્યુપીએલનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે અને પહેલી જ મેચ ગુજરાત વર્સીસ મુંબઈ વચ્ચે રમાશે. એટલે ટૂંકમાં પહેલી જ મેચમાં અદાણી અને અંબાણી ટકરાશે.
ડબ્લ્યુપીએલની પહેલી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયંટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સની ટીમ મેદાનમાં ઉતરશે. ચોથી માર્ચથી શરૂ થનારી આ લીગ 26મી માર્ચ સુધી રમાશે. પાંચ ટીમ 22 મેચ રમશે અને બધી જ મેચ મુંબઈના ડીવાય પાટીલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. 23 દિવસમાં આમ તો 20 મેચ રમાશે અને આ સિવાય એલિમિનેટર અને ફાઈનલ મેચ રમાડવામાં આવશે.
ચોથી માર્ચના રમાનારી પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. એની સાથે સાથે જ ચેન રાઉન્ડમાં એક જ દિવસમાં બે મેચ રમાશે. જેમાં પહેલી મેચ બપોરે 3.30 કલાકે અને બીજી મેચ 7.30 કલાકે રમાશે.
લીગની છેલ્લી મેચ 21મી માર્ચના યુપી વોરિસર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. જ્યારે એલિમિનેટર રાઉન્ડ ચોથી માર્ચના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અને ફાઈનલ મેચ 26મી માર્ચના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.