આજે મહિલા પ્રીમિયમ લીગમાં જોરદાર સ્પર્ધા થવાની છે. ભારતીય મહિલા ક્રિકેટની બે સ્ટાર ખેલાડી હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના આજે એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. મુંબઈ ઈન્ડિયન્સે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે ગુજરાત જાયન્ટ્સને 143 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્થિતિ અલગ હતી અને તેને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા પરાજય મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ મેચ આજે સાંજે સાડા સાત વાગે મુંબઇના બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મહિલા ક્રિકેટની બે સુપરસ્ટાર સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર પર આજે ચાહકોની નજર રહેશે. હરમને ગુજરાત સામેની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 30 બોલમાં 65 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાની ટીમને ભલે પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ કેપ્ટને પોતાના બેટથી સારું પ્રદર્શન કર્યું અને 35 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:
સ્મૃતિ મંધાના (સી), સોફી ડેવાઇન, એલિસ પેરી, રેણુકા સિંહ, રિચા ઘોષ, એરિન બર્ન્સ, દિશા કેસેટ, ઇન્દ્રાણી રોય, શ્રેયંકા પાટીલ, કનિકા આહુજા, આશા શોભના, હીથર નાઈટ, ડેન વાન નિકેર્ક, પ્રીતિ બોઝ, પૂનમ ખેમનાર, કોમલ જંજદ, મેગન શુટ, સહાના પવાર
મુંબઈ ઈન્ડિયન્સ:
યાસ્તિકા ભાટિયા (wk), હેલી મેથ્યુઝ, ધારા ગુજ્જર, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (c), એમેલિયા કેર, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, જીંતિમણી કલિતા, ઈસી વોંગ, સોનમ યાદવ, સાયકા ઈશાક, હીથર ગ્રેહામ, ક્લો ટ્રી, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, નીલમ બિષ્ટ