આઈસીસી (ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટ)ની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ નંબર વન હતી અને કાંગારુ ટીમના 116 પોઈન્ટ હતા, જ્યારે 115 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા બીજા નંબરે હતી. તાજેતરના ટેસ્ટ રેન્કિંગમાં કાંગારુ ટીમને પોઈન્ટને હિસાબે ફટકો પડ્યો છે, જેમાં અત્યારે ઓસ્ટ્રેલિયાના 111 પોઈન્ટ સાથે બીજા નંબરે પહોંચી છે, તેનાથી વિપરિત ટીમ ઈન્ડિયા 115 પોઈન્ટની સાથે ટોચ પર પહોંચી ગઈ છે. મંગળવારે આઈસીસીએ જાહેર કરેલા અહેવાલમાં ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમને પાછળ રાખીને નંબર વન બની છે, જેમાં પહેલાની તુલનામાં અત્યારે સૌથી વધારે ડિફરન્સ છે.
ઓસ્ટ્રેલિયન ટીમે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે ડોમેસ્ટિક ટેસ્ટ સિરીઝ રમ્યા હતા. ગાંગારુ ટીમે સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે બે ટેસ્ટની સિરીઝમાં 2-0થી ક્લિન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા અને ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા નંબરે છે. દક્ષિણ આફ્રિકા પાંચમા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ છઠ્ઠા ક્રમે છે. પાકિસ્તાનની ટીમ પોતાના ઘરઆંગણે ઈંગ્લેન્ડની સાથે 0-3થી શ્રેણી હાર્યું હતું, ત્યાર બાદ ન્યૂઝીલેન્ડની સામે પણ બે ટેસ્ટની સિરીઝ 0-0 બરાબર કરી હતી, ત્યારે પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બદલ આઈસીસી રેન્કિંગમાં સાતમા ક્રમે છે. આગામી મહિના દરમિયાન ભારતના પ્રવાસે ઓસ્ટ્રેલિયા આવશે, જ્યારે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. નવથી 13 ફેબ્રુઆરી નાગપુર, 17થી 21 ફેબ્રુઆરી દિલ્હી, ત્રીજી ટેસ્ટ પહેલીથી પાંચમી માર્ચ ધર્મશાલા અને અમદાવાદમાં નવથી 13મી માર્ચના ચોથી ટેસ્ટ રમાડવામાં આવશે. આ ટેસ્ટ મેચનું પણ વિશેષ મહત્ત્વ રહેશે.