(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશન પર આવેલા ગોખલે રોડ ઓવર બ્રિજના તમામ ૧૬ સ્ટીલ ગર્ડરનું ડી-લૉન્ચિંગનું કામ ૧૧ માર્ચથી ૧૨ માર્ચ, ૨૦૨૩ દરમિયાન રાતના લેવામાં આવેલા મેજર બ્લોકમાં સફળતાપૂર્વક રેકોર્ડબ્રેક ટાઈમમાં પૂરું કરવામાં આવ્યું છે.
રેલવેના જણાવ્યા મુજબ અપ સ્લો અને અપ અને ડાઉન ફાસ્ટ લાઈન, પ્લેટફોર્મ નંબર ચાર પર સાડા ચાર કલાકનો બ્લોક તથા પાંચમી લાઈન અને પ્લેટફોર્મ નંબર ૯ પર આઠ કલાકનો બ્લોક જ્યારે અપ અને ડાઉન હાર્બર લાઈન પર બે કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો.
રેલવે દ્વારા ૧૧ અનેે ૧૨ માર્ચ, ૨૦૨૩ના મધરાતના લેવામાં આવેલા બ્લોક દરમિયાન અંધેરીમાં ગોખલે આરઓબીના પૂર્વની તરફ બે સ્પેન ડિસ્મેંટલ કરવામાં આવ્યા હતા. પૂર્વ દિશામાં એબટમેંટને ડિસ્મેંટલ કરી પૂર્વ દિશાની તરફ હવે મુંબઈ મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવશે. રેલવેના હિસ્સામાં આવતા આરઓબી ગર્ડરને ડિસ્મેંટલ અને ડી-લોન્ચ કરવાનું કામ પૂરું થઈ ચુક્યું છે.