તમે અત્યાર સુધી દુનિયાના મોટા અને વધારે વસતી ધરાવતા દેશ અને શહેરો વિશે વાંચ્યુ હશે કે વાતો કરી હશે, પણ આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા દેશ વિશે જે દુનિયાનો સૌથી નાનો દેશ અને તેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે. જો તમને કોઈ પુછે કે લોક સંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો તો તમે એનો જવાબ આવશો ચીન અને રશિયા. પણ જો તમને કોઈ પૂછે કે દુનિયાનો સૌથી નાનો દેશ કયો તો એનો જવાબ કદાચ તમને નહીં ખબર હોય. બટ ડોન્ટ વરી, અહીં આજે અમે તમને આ દુનિયાના નાના દેશ અને તેની વસતી વિશે માહિતી આપીશું.
તો તમારી જાણ માટે કે દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે. વેટિકન સિટીએ ઈટલીની રાજધાની રોમના મધ્યમાં આવેલો છે. દુનિયાના સૌથી નાના દેશ તરીકે તેની ગણતરી કરવામાં આવે છે અને તેની સ્થાપના 1929માં થઈ હતી. આ દેશનું ક્ષેત્રફળ 44 હેક્ટર છે અને ત્યાંની લોકસંખ્યાની વાત કરીએ તો તે 800 જેટલી જ છે.
એક અહેવાલ પ્રમાણે વેટિકન સિટીની લોકસંખ્યા માત્ર 800 લોકોની જ છે. નાનકડો દેશ હોવા છતાં આ દેશનું સ્વતંત્ર સૈન્ય છે, જેમાં 110 લોકો કામ કરે છે. આ સૈન્યમાં સામેલ થવા માટે ત્યાંના નાગરિકોએ સખત ટ્રેઈનિંગ લેવી પડે છે. સ્વતંત્ર સેના ધરાવતા આ દેશમાં એરપોર્ટ નથી, તેમ છતાં લોકો પાસે વેટિકન સિટીના પાસપોર્ટ છે. આ ઉપરાંત દેશમાં પોતાની પોસ્ટ ઓફિસ અને ચલણ છે, જે ઈટલીમાં પણ વેલિડ છે. વેટિકન સિટીમાં 1930માં એક રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું હતું પણ આ રેલવે સ્ટેશનનો ઉપયોગ સ્થાનિક રહેવાસીઓ કરતાં પર્યટકો વધારે કરે છે.
આ સિવાય દુનિયાના લૌથી નાના દેશમાં આવકનું કોઈ જ અલાયદું સાધન નથી, પણ દુનિયાભરમાં ફેલાયેલા કેથલિક ક્રિશ્ચનો દ્વારા આપવામાં આવેલા પૈસામાંથી આ દેશનો કારભાર ચાલે છે. તેમ જ આ દેશની મુલાકાત લેવા માટે પર્યટકો આવે છે અને તેમાંથી ત્યાંના સ્થાનિક લોકો પોતાનું ગુજરાન ચલાવે છે.
આ છે દુનિયાનો સૌથી નાનો દેશ અને….
RELATED ARTICLES