Homeટોપ ન્યૂઝવિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીએ દેવાળું ફૂંક્યું, CEO ની સંપતિમાં...

વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીએ દેવાળું ફૂંક્યું, CEO ની સંપતિમાં 94 ટકાનો ઘટાડો

યુએસએ સ્થિત વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપની FTX એ નાદારી નોંધવા માટે અરજી કરી છે. કંપનીએ કોર્ટ પાસે રક્ષણ માંગ્યું છે અને ગ્રાહકોને પૈસા પરત કરવાની વ્યવસ્થા કરી રહી છે.
આ દરમિયાન FTX ના CEO સેમ બેન્કમેન-ફ્રાઈડે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. FTX એ US માં નાદારી કાયદા હેઠળ રક્ષણ માટે અરજી કરી છે. નાણાકીય સંકટમાં ફસાયેલા આ ક્રિપ્ટો-એક્સચેન્જે એક નિવેદનમાં આ માહિતી આપી છે.
ક્રિપ્ટોના કિંગ તરીકે ઓળખાતા સેમે ટ્વિટર પર લખ્યું, ” આ પરિસ્થિતિ માટે હું ફરી એકવાર માફી માંગુ છું. આશા છે કે સ્થિતિને વધુ સારી બનાવવાનો માર્ગ મળશે. આશા છે કે અમે પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વાસ લાવી શકીશું.”
કંપનીના પતન પહેલા સેમ બેંકમેન ક્રિપ્ટો માર્કેટના સ્ટાર્સમાંના એક હતા. તેમની સરખામણી દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ સાથે કરવામાં આવતી હતી. સેમની નેટવર્થમાં 24 કલાકમાં લગભગ 94 ટકાનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તેમની સંપત્તિ ઘટીને $991.5 મિલિયન થઈ ગઈ છે, જ્યારે તેઓ $15.2 બિલિયનના માલિક હતા. એક દિવસમાં કોઈપણ અબજોપતિની સંપત્તિમાં આ સૌથી મોટો ઘટાડો છે.’
FTX ના સામ્રાજ્યનું માત્ર એક અઠવાડિયામાં જ પતન થઇ ગયું, જેણે પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયેલા ક્રિપ્ટો માર્કેટના વિશ્વાસને હચમચાવી નાખ્યો છે.

RELATED ARTICLES

Most Popular