દુનિયાના સૌથી મોટા માનવ તસ્કરને ઈન્ટરપોલે ધરપકડ કરી છે, જે આફ્રિકન દેશના ઈરીટ્રિયાનો રહેવાસી છે, જ્યારે તેના દેશે પણ વર્ષોથી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. યુએઈના અધિકારીએ કહ્યું હતું કે સુદાનમાં આ મોસ્ટ વોન્ટેડ હ્યુમન સ્મગલરની ધરપકડ કરવમાં આવી છે. કિડેન જેકારિયાસ હબ્ટેમરિયામ પર એક હ્યુમન ટ્રાફિકિંગનો મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે તે લિબિયામાં એક શિબિર ચલાવતો હતો. જેકારિયાસ પર યુરોપ જવા ઈચ્છુક સેંકડો પૂર્વીય આફ્રિકી પ્રવાસીઓને કથિત રીતે અપહરણ કરીને રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના પર બળાત્કાર અને બળજબરીપૂર્વક પૈસા પડવવામાં આવ્યા હતા.
યુએઈના ગૃહ મંત્રાલયના એક અધિકારી સઈદ અબ્દુલ્લા અલ સુવેદીએ કહ્યું હતું કે ઈથોપિયા અને નેધરલેન્ડવતીથી ઈન્ટરપોલે કિડેન જેકારિયાસ હબ્ડેમરિયામની સામે બે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. સુદાનની પોલીસે યુએઈના અધિકારી સાથે મળીને પહેલી જાન્યુઆરીના ધરપકડ કરી હતી. હ્યુમન ટ્રાફિકિંગના ભોગ બનેલા પ્રવાસીઓ પર ક્રૂર અને હિંસક દુર્વ્યવહાર કરવા માટે હબ્ટેમરિયામ ઈન્ટરપોલના રડાર પર 2019માં હતો. અમે યુરોપમાં અત્યાર સુધીના તમામ હ્યુમન ટ્રાફિકિંગના તમામ રસ્તા બંધ કરી દીધા હતા અને આ જ રસ્તેથી ગેરકાયદે ઈરીટ્રિયા, ઈથિયોપિયા, સોમાલિયા અને સુદાનમાંથી હજારો પ્રવાસીઓને લિબિયા અને યુરોપમાં લઈ જવામાં આવ્યા છે. કહેવાય છે કે અગાઉ પણ તેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગયા વર્ષની શરુઆતમાં યુએઈ અને ઈન્ટરપોલની સંયુક્ત કાર્યવાહી કરી હતી. હબ્ટેમરિયામને પકડવા માટે તેના ભાઈના નાણાકીય વ્યવહાર પર નજર રાખવામાં આવી હતી. હવે જેકારિયાસને નામે યુએઈની કોર્ટમાં મની લોન્ડરિંગનો કેસ ચલાવવામાં આવશે, જ્યારે પ્રત્યર્પણની પણ સંભાવના છે. 2020માં તેની ધરપકડ કરી હતી, એક વર્ષની જેલ પછી કેદમાંથી ભાગી ગયો હતો, ત્યારે તેની આજીવન કેદની સજા કરી હતી.