ન્યૂ યોર્કઃ વૈશ્વિક સ્તરના એક અહેવાલમાં દુનિયાના સૌથી મોંઘા શહેરની યાદી જાહેર કરવામાં આવી હતી, જે યાદીમાં અમેરિકાના ન્યૂર્યોક શહેર મોખરે રહ્યું છે. ન્યૂ યોર્કની સાથે સાથે સિંગાપોર પણ પહેલા ક્રમે આવ્યું છે, પરંતુ ટોચના દસ શહેરમાં પણ ભારતના કોઈ શહેરને સ્થાન નહીં મળ્યાનું અચરજ થયું હતું.
એના સિવાય ઓસ્ટ્રેલિયાના સિડની ટોચના દસ શહેરની યાદીમાં સ્થાન મળ્યું છે.
ઊર્જાના ભાવમાં વધારાની સાથે ફુગાવામાં વૃદ્ધિના માપદંડને આધારે વર્ષ 2022ના ટોચના દસ મોંઘા શહેરની યાદીમાં ન્યૂ યોર્ક મોખરે રહ્યું છે, જ્યારે તેની સાથે સિંગાપોરને સ્થાન મળ્યું છે. જોકે, સૌથી વધુ વખત પહેલા નંબરે રહેવાનો રેકોર્ડ સિંગાપોરનો રહ્યો છે. વર્ષ 2021ને બાદ કરતા દસ વર્ષમાં સિંગાપોર આઠ વખત પહેલા ક્રમે રહ્યું છે. ગયા વર્ષે તેલ અવીવ પહેલા ક્રમે રહ્યું હતું, જે આ વખતે ત્રીજા સ્થાને રહ્યું છે. દુનિયાના મોંઘા શહેરની યાદીમાં 172 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના ત્રણ શહેરને સ્થાન મળ્યું છે. કર્ણાટકની રાજધાનીમાં બેંગલોર, તમિલનાડુની રાજધાની ચેન્નઈ અને ગુજરાતના અમદાવાદ શહેરને નંબર મળ્યો છે. અમદાવાદ શહેરને 165મા ક્રમ આવ્યો છે, જ્યારે બાકીના બંને શહેર અનુક્રમે 161 અને 164મા ક્રમે રહ્યા છે.