Homeઆપણું ગુજરાતખાવડા ખાતેના વિશ્ર્વના સૌથી મોટા સોલાર-વિન્ડ પાર્કની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે

ખાવડા ખાતેના વિશ્ર્વના સૌથી મોટા સોલાર-વિન્ડ પાર્કની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે

ગાંધીનગર: વિશ્ર્વના સૌથી મોટા ૩૦ હાજર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે નિર્માણધીન સોલાર વિન્ડ પાર્કની સો ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે. વિધાનસભા ગૃહમાં રાજ્યના ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ખાવડા ખાતે નિર્માણાધીન આ પાર્કમાં ૫૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં તથા ૧૦૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે. આ માટે ૨૫,૦૦૦ મેગાવોટની ફાળવણી વિવિધ ડેવલપરોને કરવામાં આવી છે. આ માટે વિવિધ કામગીરી પ્રગતિમાં છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૦ કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પાટણ જિલ્લાના ચારણકા સોલાર પાર્ક ખાતે ૭૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પાર્કમાં ૩૬ ડેવલપરો દ્વારા ૧૦૦ ટકા ક્ષમતા વીજ ઉત્પાદન કરવામાં આવી રહી છે. એ જ રીતે રાધાનેસડા સોલાર પાર્ક ખાતે ૫૦૦ મેગાવોટ અને ધોલેરા ખાતે ૩૦૦ મેગાવોટ સોલાર પાર્ક કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય સોલાર પાર્ક થકી ૪,૩૦૪.૬૮ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું છે. જેમાં ચારણકા સોલાર પાર્ક ખાતે ૨,૫૧૪.૭૧ મિલિયન યુનિટ, ધોલેરા પાર્ક ખાતે ૫૦૪.૭૯
અને રાધાનેસડા પાર્ક ખાતે ૧,૨૫૮.૧૮ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -