આજે ત્રીજી માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેની ઊજવણી થઈ રહી ત્યારે એશિયન સિંહોનું ઘર ગણાતા સાસણ ગીરમાંથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સનો દિવસ બનાવતો એક વીડિયો આવી રહ્યો છે. આ વીડિયોમાં સિંહણ તેના બે બચ્ચાઓ સાથે જોવા મળી રહી હતી.
વીડિયોમાં સિંહના બચ્ચા મસ્તી કરતાં જોવા મળી રહ્યો છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવાર દ્વારા આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. માતા સિંહણ બચ્ચાઓને જંગલના નિયમો સમજાવતી જોવા મળે છે આ વીડિયો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રસ્તા પર સિંહના બચ્ચાંઓ ફરતાં જોવા મળ્યા હતા અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો.
Greetings to all on the occasion of #WorldWildlifeDay!#PartnershipsforConservation #TogetherAgainstWildlifeCrime#WWD2023 pic.twitter.com/E8qgCSCu3h
— Kiren Rijiju (@KirenRijiju) March 3, 2023
અત્રે ઉલ્લેખીનય છે કે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પણ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે આજે 3 માર્ચે ટ્વિટર પર વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે-2023ની શુભેચ્છા પાઠવી હતી. રિજિજુએ ટવીટર પર એક અદ્ભુત વિડિયો શેર કર્યો હતો જેમાં સિંહોનું જૂથ ઝાડની ડાળીઓ પર આરામ ફરમાવતું જોવા મળી રહ્યું છે. વિડિયો પર 22.6kથી વધુ વ્યૂઝ અને લાઈક્સ અને કમેન્ટ્સ કરવામાં આવી છે. અનેક ટ્વિટર યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે વીડિયો કેટલો અનોખો અને સુંદર હતો તો વળી ઘણા યુઝર્સ તો લોકેશન જાણવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા.