Homeટોપ ન્યૂઝવિશ્વ ટીબી દિવસ 2023: શું ટીબી મટાડી શકાય છે? જાણો શું કહે...

વિશ્વ ટીબી દિવસ 2023: શું ટીબી મટાડી શકાય છે? જાણો શું કહે છે નિષ્ણાતો

24 માર્ચ, 1882ના રોજ જર્મન ચિકિત્સક અને માઇક્રોબાયોલોજિસ્ટ રોબર્ટ કોચે ટ્યુબરક્યુલોસિસ વાયરસ- માયક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસની શોધ કરી. આ જ કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા 24 માર્ચના ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવે છે. વિશ્વ શ્રય દિવસ પર જનજાગૃતિ માટે વિશ્વભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના ટીબી દિવસની થીમ છે, ‘હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ.
ટ્યુબરક્યુલોસિસ એક ભયંકર રોગ છે જેને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુના મુખમાં હોમાઇ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ 2018માં 1.5 મિલિયન લોકો ક્ષય રોગથી મૃત્યુ પામ્યા હતા. આ રોગ ચેપી છે. શ્વસન મારફતે ટ્યુબરક્યુલોસિસના વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે રોગ પ્રાથમિક તબક્કામાં હોય ત્યારે તેની સારવાર કરવી જરૂરી છે. ટ્યુબરક્યુલોસિસ સમયસર સારવારથી મટાડી શકાય છે, એમ ડૉક્ટરો જણાવે છે, પરંતુ ઘણા લોકોનું એવું માનવું છએ કે ક્ષય રોગ સંપૂર્ણપણે મટાડી શકાતો જ નથી.
હાલમાં, વિશ્વમાં ઘણા લોકો ક્ષય રોગથી પીડાય છે. આ રોગથી પીડિત દર્દીના મનમાં ‘આપણે સંપૂર્ણ સાજા થઈ જઈશું?’ આવા વિચારો આવતા રહે છે. આ અંગે જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના એક જાણીતા ડૉક્ટર જણાવે છે કે, “વિવિધ પ્રકારના ચેપી રોગો છે. જો કે ક્ષય રોગ તેમાંથી સૌથી ગંભીર છે, પરંતુ તે યોગ્ય સારવારથી સંપૂર્ણપણે મટાડી શકાય છે. કમનસીબે, ટ્યુબરક્યુલોસિસનું કારણ બનેલા વાયરસનો વિકાસ થયો છે. પરિણામે, લોકો એવા ટ્યુબરક્યુલોસિસથી પ્રભાવિત થાય છે જેના પર ઉપલબ્ધ સારવારની અસર થતી નથી. આવી સ્થિતિમાં પણ જો બીમાર વ્યક્તિની સંભાળ રાખવામાં આવે, યોગ્ય સારવાર કરવામાં આવે તો તે સુધરી શકે છે.”
ડૉક્ટર ઉમેરે છે કે “ક્ષય રોગ ચેપી વાયરસથી થાય છે. તેથી સ્વચ્છતા જાળવીને વ્યક્તિ આનાથી પોતાને બચાવી શકે છે. આ રોગ પેદા કરનાર વાયરસ હવા દ્વારા ફેલાય છે. આવા સમયે માસ્ક પહેરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે શરદી, ખાંસી એ ક્ષય રોગના લક્ષણો છે, પરંતુ જો આનાથી કોઈ બીમાર પડે તો તેને ક્ષય રોગ છે એમ કહી શકાય નહીં. પરંતુ જો શરદી અને ઉધરસ બે-ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે તો ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવી જરૂરી છે.”
વાતાવરણમાં ફેરફાર અને ક્ષય રોગથી પીડિત દર્દીની આસપાસ હોવાને કારણે આ રોગ વધી જાય છે. જો કોઈ વ્યક્તિ એચઆઈવીથી સંક્રમિત હોય, તો તેને ક્ષય રોગ થવાનું જોખમ રહેલું છે. ડાયાબિટીસ પણ આ રોગનું કારણ બની શકે છે. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં, ક્ષય રોગ થવાનું જોખમ હોઈ શકે છે. આવા સમયે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -