શું તમે જાણો છો કેમ મનાવવામાં આવે છે Social Media Day?

સ્પેશિયલ ફિચર્સ

આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા ડે મનાવવાની શરૂઆત 30મી જૂન 2010ના રોજ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયાનો
પ્રભાવ લોકો પર વધુ નહોતો. એવામાં પૂરા વિશ્વમાં તેના પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે વર્લ્ડ સોશિયલ મી઼ડિયા ડે મનાવવામાં આવ્યો હતો અને ત્યારથી લઇને અત્યાર સુધી દર વર્ષે આ ખાસ દિવસને મનાવવામાં આવે છે. દુનિયામાં સૌથી પહેલા
1997માં પહેલુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિક્સડિગ્રી લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના એન્ડ્રયૂ વેનરિચે કરી હતી, પણ વર્ષ 2001માં દસ લાખથી વધુ યૂઝર્સ થયા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યુ હતું. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો બદલાતા સમય સાથે સોશિયલ
મીડિયાના રૂપમાં ઘણા બદલાવ આવ્યા છે. આજે લોકો વચ્ચે વોટ્સએપ, ટ્વિટર, ઇનસ્ટાગ્રામ, ફેસબુક, લિન્ક્ડઇન, સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સે તેની પકડ જમાવી છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 7.6 ટકા વધીને 4.72 અરબ સુધી પહોંચી છે.
સોશિયલ મીડિયાના માધ્મથી આપણે હજારો માઇલ બેઠેલા વ્યક્તિ સાથે જોડાઇ શકીએ છીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.