આપણા બધાની જીવનશૈલી ખાસ્સી એવી બદલાઈ ગઈ છે, અને તેની અસર આપણા આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. એમાં પણ ગ્લોબલાઈઝેશન બાદ તો આરોગ્ય સંબંધિત બાબતોમાં પણ ઊંઘ એ સૌથી મહત્વનો મુદ્દો બની ગઈ છે. કોર્પોરેટાઈઝેશનમાં વૃદ્ધિ થતાં લોકોનો મોટાભાગનો સમય પ્રવાસ અને કામમાં પસાર થઈ રહ્યો છે અને સ્ટ્રેસને કારણે સ્લિપિંગ સાઈકલ ડિસ્ટર્બ થઈ ગઈ છે. હવે તમને થશે કે અચાનક આજે ઊંઘ વિશે કેમ વાતો થઈ રહી છે? બરાબર ને? તો તમને તમારા આ સવાલનો જવાબ આગળના પેરેગ્રાફમાં મળી જ જશે…
આજે આપણે વર્લ્ડ સ્લિપ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને આ દિવસ સેલિબ્રેટ કરવા પાછળનો ઉદ્દેશ એટલો જ કે લોકો ઊંઘ અને તેની સાથે સંકળાયેલી બાબતો અંગે જાગરુક્તા આવે. આ દિવસ સેલિબ્રેટ કરવાનો હેતુ જ એ છે કે લોકો પોતાની સ્લિપિંગ સાઈકલ અંગે જાગરૂક થાય. અપૂરતી ઊંઘ, ઈન્સોમેનિયા, માનસિક તાણ, ટેન્શન, બીમારી, કામનું દબાણ અને રિલેશનશિપ્સને કારણે લોકોનું આરોગ્ય કથળી રહ્યું છે.
પોતાના આરોગ્ય તરફ ધ્યાન આપવું એ આપણા બધાની પ્રાથમિકતા હોવી જોઈએ. દિવસ દરમિયાન તમને ચિડ-ચિડિયાપણું અને અસ્વસ્થતામાં વધારો થઈ રહ્યો છે તો એ નિશાની છે કે તમારી ઊંઘ પૂરી નથી થઈ રહી. આંખો પણ તાણ વધવું, માથું દુઃખવું અને દિવસ ખરાબ જવો એ અપૂરતી ઊંઘની નિશાની છે. જો તમને પણ આવા લક્ષણો જોવા મળતાં હોય તો તેની તરફ દુર્લક્ષ કરશો નહીંય તમારા માટે સમયસર ઊંઘવું એ ખૂબ જ જરૂરી છે અને તમે ગમે એટલા કામમાં વ્યસ્ત કેમ ના હોવ, પણ તમારું સ્લિપિંગ ટાઈમ ટેબલ બનાવવાનું ખૂબ જ આવશ્યક છે.
હવે બીજો સવાલ એવો છે કે આખરે કેટલા કલાકની ઊંઘ એ બેસ્ટ કહેવાય. યુવાનોમાં અનિદ્રાની સમસ્યા ખૂબ જ વધી રહી છે, એટલે તેમણે પોતાના માટે સ્લિપિંગ ટાઈમ ટેબલ બનાવવાનું ખૂબ જ આવશ્યક છે. બદલાઈ રહેલી જીવનશૈલીની અસર એટલે ખાવા-પીવાની આદતો પણ ખૂબ બદલાયું છે. આ બધાની સીધેસીધી અસર ઊંઘ પર પડે છે. સ્ક્રીન એડિક્શનને કારણે નાના બાળકોમાં પણ અનિદ્રાની ફરિયાદ જોવા મળી રહી છે.
ઊંઘ વિશેના એક વિચિત્ર કહી શકાય એવા ફેક્ટ વિશે વાત કરીએ તો 15 ટકા લોકો ઊંઘમાં ચાલે છે અને પાંચ ટકા ઊંઘમાં એકલા એકલા બોલવાની આદત હોય છે. આજકાલ ઘણા એવા લોકો છે કે તેમણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બ્રેક કર્યા છે. ઘણા લોકોએ સૌથી વધુ ઊંઘીને તો ઘણા લોકોએ સૌથી લાંબા સમય સુધી જાગીને. બીજી મહત્ત્વની વાત એટલે કે જ્યારે વ્યક્તિ જ્યારે વધારે ખુશ કે આનંદમાં હોય ત્યારે પણ તેને ઊંઘ નથી આવતી.