Homeઆપણું ગુજરાતયે આકાશવાણી હૈઃ બ્રિટિશકાળમાં બરોડાના રાજવીએ રેડિયો પર વંદેમાતરમ વગાડ્યું હતું

યે આકાશવાણી હૈઃ બ્રિટિશકાળમાં બરોડાના રાજવીએ રેડિયો પર વંદેમાતરમ વગાડ્યું હતું

આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે ગુજરાતમાં પહેલો રેડિયો સંસ્કારનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શરૂ થયો હતો. આ રેડિયો સ્ટેશન અહીંના રાજવી પ્રતાપસિંહરાવ ગાયકવાડે શરૂ કર્યો હતો. બ્રિટિશ હુકુમતનું રાજ હતું ત્યારે જ વડોદરાના આ રાજવીએ પોતાના રેડિયો સ્ટેશનના ઉદ્ઘાટન સમયે વંદેમાતરમ ગીત વગાડવાની હિંમત બતાવી હતી. તે સમયે ગુજરાત વડોદરા બોમ્બે પ્રોવિન્સમાં હતું. ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન તો બરોડાને સ્વતંત્રતા પછી મળ્યું, પરંતુ તે પહેલા અહીંના રાજવીએ બરોડા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન જાન્યુઆરી, 1947માં મળ્યું હતું. જો બીજું વિશ્વ યુદ્ધ ફાટી ન નીકળ્યું હોત તો 1939 આસપાસ આ સ્ટેશન કામ કરતું થઈ ગયું હોત.
આ રેડિયો સ્ટેશનનો હેતુ આસપાસના ગામડાના લોકોને જોડવાનો, તેમને શિક્ષણ આપવાનો, કૃષિવિષયક માહિતી આપવાનો અને મનોરંજન આપવાનો હતો. રેડિયોમાં ગુજરાતી ભાષામાં કાર્યક્રમો રજૂ કરવામાં આવતા હતા. તે સમયે ઓલ ઈન્ડિયા રેડિયોના માત્ર છ સ્ટેશન દેશભરમાં હતા, ગુજરાતમાં એક પણ ન હતું.
ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયો 1936 શરૂ થયો. 1957માં તેને આકાશવાણીનું નામ આપવામાં આવ્યું. એક સમયે યહ આકાશવાની કા ………….કેન્દ્ર હૈ…તે મોટા ભાગના લોકોએ સાંભળેલું વાક્ય હશે. દરેક નાના-મોટા શહેરના સ્ટેશન હતા. ઓલ ઈન્ડિયા રેડિયો સર્વિસ વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક સાબિત થઈ હતું. સમગ્ર દેશમાં 420 સ્ટેશન હતા. દેશના 92 ટકા વિસ્તારમાં અને 99.19 ટકા વસતિ સુધી રેડિયો પહોંચી ગયો હતો. કુલ 23 ભાષા અને 179 બોલીમાં રેડિયો કાર્યક્રમ આવતા હતા. 2001માં એફએમ રેડિયોની શરૂઆત થઈ. આજે પણ લોકો એફએમ રેડિયો સાંભળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular