ભારત આ મામલે ચીનને પાછળ છોડીને વધી જશે આગળ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારત આગામી વર્ષે દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ થઇ જશે. આ અંગે United Nationsની એક રિપોર્ટમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર દુનિયાની વસતિ નવેમ્બર 2022ના મધ્ય સુધી આઠ અરબ સુધી પહોંચી જવાનુ અનુમાન છે. હાલમાં ચીન સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે અને ભારત આગામી વર્ષે તેને પાછળ છોડી દેશે.
સોમવારે વર્લ્ડ પોપ્યુલેશન ડે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે UNએ કહ્યું છે કે નવેમ્બર 2022ના મધ્ય સુધી દુનિયાની વસતિ આઠ અરબ સુધી પહોંચી જશે. 1950 પછીથી વૈશ્વક વસતિ સૌથી ધીમી ગતિથી આગળ વધી રહી છે. 2020માં વસતિ વૃદ્ધિ દર એક ટકાથી ઓછો થઇ ગયો છે.
UNના તાજેતરના અનુમાન અનપસાર દુનિયાની વસતિ 2030 સુધીમાં લગભગ 8.5 અરબ અને 2050માં 9.7 અરબ થઇ જશે. 2080 સુધમાં તે 10.4 અરબ સુધી પહોંચવાનુ અનુમાન છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત 2023માં દુનિયાની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે.
UNના રિપોર્ટ અનુસાર 2022માં ભારતની વસતિ 1.412 અરબ થશે, જયારે ચીનની વસતિ 1.426 અબર. ભારત 2023 સુધી દુનિયાની સૌથી વધુ વસતિ ધરાવતા દેશના રૂપમાં છીનને પાછળ છોડી દેશે. અનુમાન છે કે 2050માં ભારતની વસતિ 1.668 અરબ હશે, જયારે ચીનની વસતિ 1.317 અબર હશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.