મુંબઈના વરસાદે અમદાવાદ એરપોર્ટનું ફ્લાઇટ શેડ્યૂલ બગાડ્યું: 16 ફ્લાઇટ્સ પ્રભાવિત, 1 રદ
અમદાવાદઆમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈના વરસાદે અમદાવાદ એરપોર્ટનું ફ્લાઇટ શેડ્યૂલ બગાડ્યું: 16 ફ્લાઇટ્સ પ્રભાવિત, 1 રદ

અમદાવાદ: સોમવારે મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ભારે વરસાદને કારણે મુંબઇનુ જનજીવન ભારે પ્રભાવીત થયું હતું. મુંબઇમાં પડેલા ભારે પડેલા વરસાદને કારણે ફ્લાઇટ શેડ્યૂલ ખોરવાઈ ગયું હતું, જેની સીધી અસર અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળી હતી. મુંબઈથી આવતી-જતી કુલ 16 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી, જેમાં સાત ફ્લાઇટ્સ મોડી પડી હતી અને એક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

હવાઈ ​​ટ્રાફિક ખોરવાયો
અમદાવાદ એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે દિવસભર હવાઈ ​​ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. અમદાવાદથી મુંબઈ જતી સાત ફ્લાઇટ્સ એકથી ત્રણ કલાક મોડી પડી હતી. જ્યારે મુંબઈ-અમદાવાદ ઇન્ડિગોની ફ્લાઇટ સંપૂર્ણપણે રદ કરવામાં આવતા ઘણા મુસાફરો અટવાઈ પડ્યા હતા.

ફ્લાઇટ શેડ્યૂલ ખોરવાતા મુસાફરોમાં રોષ
ઇન્ડિગો, સ્પાઇસજેટ, આકાસા એર અને એર ઇન્ડિયા સહિતની મુખ્ય એરલાઇન્સની ફ્લાઇટ્સ પણ વિલંબિત થઈ હતી. લાંબા સમય સુધી રાહ જોવી પડતા મુસાફરોમાં હતાશા જોવા મળી હતી, જેમાંના કેટલાક તો કલાકો વહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. કેટલાક મુસાફરોએ એરલાઇન સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હોવાના અહેવાલ છે.

આપણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 15 દિવસમાં 113 કરોડનો ગાંજો ઝડપાયો

Back to top button