વિશ્ર્વ સિંહ દિવસ: ૫૦ વર્ષમાં સિંહોની સંખ્યામાં ૨૮૦ ટકાનો વધારો

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૧૦મી ઑગસ્ટે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં ૧૫ વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૮૮ ટકાનો વધારો થયો છે. ૨૦૦૫માં સિંહની સંખ્યા ૩૫૯ હતી જે વધીને ૨૦૨૦માં ૬૭૪ થઇ હતી. ૫૦ વર્ષમાં ૨૮૦ ટકાનો વધારો થયો છે.
સિંહોના વિસ્તારમાં પણ વધારો થયો છે. ૨૦૧૫માં ૨૨ હજાર ચો.કિમી.ની સામે ૨૦૨૦માં સિંહોનો વિસ્તાર ૩૦,૦૦૦ ચો.કિમી. થયો છે. ૧૯૬૮માં સિંહોની સંખ્યા માત્ર ૧૭૭ હતી. ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક અને ૨૩ વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે. ગીર નેશનલ પાર્ક સિવાય ચાર સેન્ચુરીમાં સિંહ વસે છે. રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ, ગીર વિસ્તારમાં દર ૧૦૦ ચો.કિમી.એ ૧૩થી ૧૪ સિંહ વસવાટ કરે છે.
ગીર અને આસપાસના વિસ્તારમાં આઝાદી અગાઉના સમયમાં સિંહોનો શિકાર થતો હતો. ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા ૧૯૧૩માં ઘટીને માત્ર ૨૦ જ રહી ગઇ છે ત્યારે તેમને બચાવવાનું અભિયાન શરૂ થઇ ગઇ હતી. જેના પરિણામ આજે દેખાઇ રહ્યા છે. ૧૯૩૬ની ગણતરી પ્રમાણે, સિંહોની સંખ્યા ૨૩૬ હતી. છેલ્લા પાંચ વર્ષમાં ૬.૬૯ લાખ મુલાકાતીઓએ ગીર જંગલની મુલાકાત લીધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.