વર્લ્ડ બૅડમિન્ટન ચેમ્પિયનશિપ

દેશ વિદેશ

સાત્ત્વિક-ચિરાગની જોડીને કાંસ્યચંદ્રક

ટોક્યો: અહીં રમાઈ રહેલી વર્લ્ડ બૅડમિન્ટન ચેમ્પિયનશિપની પુરુષોની ડબલ્સમાં શનિવારે સાત્ત્વિક અને ચિરાગની જોડીનો ૭૭ મિનિટ ચાલેલી રમતમાં મલયેશિયાના આરોન ચિયા અને સોહ વુલની જોડી સામે ૨૨-૨૦, ૧૮-૨૧, ૧૬-૨૧થી પરાજય થતા તેને કાંસ્યચંદ્રકથી સંતોષ માની લેવો પડ્યો હતો.
મલયેશિયાના આરોન ચિયા અને સોહ વુલની જોડી સામે સાત્ત્વિક અને ચિરાગની જોડીનો આ સતત છઠ્ઠો પરાજય હતો. અગાઉ, સાત્ત્વિક અને ચિરાગની જોડી શુક્રવારે વર્લ્ડ બૅડમિન્ટન ચેમ્પિયનશિપની પુરુષોની ડબલ્સમાં મૅડલ મેળવનાર પ્રથમ ભારતીય જોડી બની હતી.
અગાઉ આ મહિનામાં કોમનવેલ્થ ગૅમ્સમાં સુવર્ણચંદ્રક મેળવનાર વિશ્ર્વની સાતમી ક્રમાંકિત સાત્ત્વિક અને ચિરાગની જોડીએ સ્થાનિક ફૅવરિટ અને ગત વર્ષની વિજેતા તાકૂરો હૉકી અને યૂગો કૉબાયાશીની જોડીને એક કલાક ચાલેલી રમતમાં ૨૪-૨૨, ૧૫-૨૧, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો અને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પ્રથમ ચંદ્રક મેળવ્યો હતો.
ડબલ્સમાં ભારતનો આ બીજો વર્લ્ડ ચેમ્પિયનશિપ મૅડલ છે. અગાઉ વર્ષ ૨૦૧૧માં મહિલાઓની ડબલ્સમાં જ્વાલા ગટ્ટા અને અશ્ર્વિની પોનપ્પાએ કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.