નીરજ ચોપરા પહોંચ્યો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ક્વોલિફાય થયા પછી , ભારતીય નીરજ ચોપરાએ કહ્યું હતું કે રવિવારે થનારી ફાઇનલમાં તે પોતાનું સર્વોત્તમ આપવાનો પ્રયત્ન કરશે.
વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ રાઉન્ડ 1 માં 88.39 મીટરનો પ્રભાવશાળી થ્રો કર્યો હતો. માત્ર એક થ્રો સાથે ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થઈ ગયા હતા અને ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફિકેશન રાઉન્ડના ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન સીલ કરવા માટે તેમને અડધી મિનિટથી પણ ઓછો સમય લાગ્યો હતો. ચોપરાએ તેની કારકિર્દીમાં આ ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. તેમણે આ વર્ષની શરૂઆતમાં સ્ટોકહોમ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ માટે 89.94 મીટરનો થ્રો કરી રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
જો નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જીતી જાય છે તો તેઓ ઇતિહાસ સર્જશે. 2009થી અત્યાર સુધીમાં કોઈ એક જ સમયે ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને મેડલ જીત્યું નથી. 2009 માં નોર્વેના એન્ડ્રેસ થૉર્કિલ્ડસેન એક સાથે બે પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીત્યા હતા.
રવિવારે સવારે ફાઇનલમાં નીરજનો મુકાબલો પીટર્સ સાથે થશે. પીટર્સ પ્રચંડ પ્રતિસ્પર્ધી છે. ક્વોલિફાઈંગ રાઉન્ડના ગ્રુપ Bમાં સ્પર્ધા કરતા પીટર્સે 89.91 મીટરનો થ્રો કર્યો હતો, જે તમામ ફેંકનારાઓમાં શ્રેષ્ઠ છે. ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન-ગ્રેનેડિયને આ વર્ષે માર્ચમાં દોહામાં ડાયમંડ લીગમાં 93.07 મીટરનો થ્રો કર્યો હતો, જે વિશ્વવિક્રમ છે.

I don't fight to win, I fight for excellence, I fight to get better. Gold is the goal, so I put in the hard work consistently and focus on getting better.

Watch me take the next step as I continue to push through the New Battles with New Armour. #TheOnlyWayisThrough pic.twitter.com/W6gaj2iEUP
— Neeraj Chopra (@Neeraj_chopra1) July 18, 2022

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.